________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૬૩ પરિણતિ ન્યારી છે અશુભ અવિરતિ પરિણતિને જ શુભ વિરતિ પરિણામમાં ફેરવવામાં આવે છે. આત્માના શુદ્ધોપગથી શુભઅશુભ પરિણામથી આત્મા ત્યારે રહી શુભાશુભ કર્મનાં સંબંધથી તે નિબંધ રહે છે.
હે શતાનીક રાજન! પ્રબલ આત્મપુરુષાર્થથી વિરતિ અને પછી અવિરતિની પરિણતિને પણ દૂર કરી શકાય છે. જે કાળમાં આત્મામાં મન વતે છે તે કાળમાં આત્મા શુદ્ધો:યેગે અને શુદ્ધ પરિણામે વર્તે છે. તેથી તે અનંતભવનાં કર્મને ખેરવે છે. તે નવીન કર્મ બાંધતા નથી તેથી મુક્ત બને છે. મનમાં જ અવિરતિપણું અને વિરતિપણું પ્રગટે છે. અશુભેચ્છાઓ, અશુભ કામનાઓ તે જ અવિરતિ છે. શુભેચ્છાઓ, શુભ વ્રતો તે વિરતિપણું છે. મનમાં શુભેચ્છાઓ તથા પૌગલિક અશુભેચ્છાઓને પ્રગટવા ન દેવી તે પણ અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાનું વિરતિપણું છે. શુભ પરિણતિ અને અશુભ પરિણતિને મનમાં પ્રગટાવ્યા વિના પ્રારબ્ધ શુભ કર્મને અને અશુભ કર્મનો ભંગ કાયા દ્વારા ભગવતા આત્માને જીવન્મુક્ત જાણવો. શતાનીક રાજન ! તું સેવાભક્તિથી અને જ્ઞાન-વૈરાગ્યના બળથી કમલેગી બની આ ભવમાં દેશવિરતિને પામીશ અને સંઘની સેવાભક્તિથી તથા મારી સેવાભક્તિથી આવતા ભવમાં પૂર્ણ શુદ્ધ મુક્ત બનીશ.” સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય:
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની સારી પેઠે સેવાભક્તિ કર. પશુઓની અને પંખીઓની દયા અને રક્ષા કર. ગરીબ લોકોને પ્રેમભાવથી સહાય કર. દુઃખી મનુષ્યોનાં દુઃખ ટાળવા જે જે ઉપાયે કરવા લાયક હોય તે કર. કોધથી કોઈ ઉપર જુલ્મ ને ગુજાર. મુનિઓને ધર્મકાર્યમાં સહાય કર. દરરોજ એકાન્તમાં બાર ભાવનાને ભાવ. દેવની પૂજા કર. રાગદ્વેષરહિત પરમાત્માને દેવ જાણ. કેઈની નિંદા ન કર. ધમી
For Private And Personal Use Only