________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ર
અધ્યાત્મ મહાવીર લેવાની તીવ્ર ભાવના ભાવ હોવાથી અને ભેગો ભેગવવા છતાં અંતરથી નિર્લેપ રહેતો હોવાથી અન્ય ભવમાં પૂર્ણ મુક્તિપદ પામવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. બીજા, ત્રીજા કે ચોથા ભાવમાં તે અવશ્ય મુક્તિપદને પામે છે.
અપ્રત્યાખ્યાની કષાયનો ઉપશમ થતાં કાચી બે ઘડી સુધી વિરતિના પરિણામ પ્રગટે છે અને પશ્ચાત્ કષાયને ઉદય થતાં અવિરતિ પરિણામ પાછા પ્રગટે છે. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષપશમ થતાં વિરતિપણું વારંવાર પ્રગટે છે. તેમાં દો,
અતિચારો લાગે છે. પુનઃ દેશવિરતિપણું પ્રગટે છે અને પાછું ટળી જાય છે. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષાયિકભાવ થતાં અર્થાત્ તે સર્વથા નાશ થતાં વિરતિભાવ સદા કાયમ રહે છે.
શતાનીક રાજન! તને અપ્રત્યાખ્યાન કષાયને હાલ મધ્યમ ઉદય છે. તેથી કેટલાંક વર્ષ પશ્ચાત્ તને દેશવિરતિપણું પ્રાપ્ત થશે અને દેશવિરતિપણું પ્રાપ્ત થાય એવું આત્મબળ ખીલશે. અસમ્યગ્દષ્ટિને અવ્રત, આસવ સેવતાં પશ્ચાત્તાપ થત નથી. તે અવતને અવ્રત તરીકે જાણી શકતું નથી. તેથી તે અજ્ઞાની મિથ્થાબુદ્ધિવાળે છે એમ જાણ.
અપ્રત્યાખ્યાન કષાયને ઉત્કૃષ્ટ અનંતગણો નિકાચિત ઉદય હોય છે. તે એકદમ ટળી શકતા નથી. બાકીનાં મધ્યમ કે જઘન્ય ભાંગાનાં નિકાચિત કર્મો તે એક જ ભવમાં પ્રબળ જ્ઞાનવૈરાગ્યના પુરુષાર્થબળે ટાળી શકાય છે, એમ સર્વ ઘાતી અને અઘાતી કર્મો સંબંધી જાણ. ભાવકષાયને પરિણામ મનમાં પ્રગટે છે. મનમાં વિરતિ અને અવિરતિપણાના પરિણામ પ્રગટે છે. અવિરતિની પરિણતિ એ જ અશુભ પરિણતિ છે અને વિરતિની પરિણતિ તે શુભ પરિણતિ છે. શુદ્ધાત્મા વસ્તુતઃ શુભ પરિણતિ અને અશુભ પરિણતિથી ન્યારે છે. વિરતિ અને અવિરતિ પરિણતિ એ બે પરિણતિઓથી વસ્તુતઃ આત્માની શુદ્ધ
For Private And Personal Use Only