________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
અધ્યાત્મ મહાવીર નથી? અવ્રતપરિણતિને વિષ સમાન જાણું છું, છતાં કેમ અવિરતિપરિણતિનો ત્યાગ થતો નથી? મારાથી એકદમ કેમ મેહનો નાશ નથી કરી શકાતો? મનમાં મેહને પ્રવેશ જ ન થવા દઉં એ દઢ નિશ્ચય થાય છે, છતાં મનમાંથી સર્વથા મેહ કેમ દૂર થતો નથી, તેને ખુલાસો કૃપા કરીને જણાવશો. આપે મારા પર પૂર્ણોપકાર કર્યો છે. આપને મેં સર્વસ્વનું અર્પણ કર્યું છે. આપ મારા તથા વિશ્વના ઉદ્ધારક છે. તેથી કૃપા કરીને ખુલાસો આપશે. મેં આભાનું સ્વરૂપ જાણ્યું છે, છતાં આત્માની શુદ્ધિમાં રહેવાતું નથી. મનમાં કષાયો આવ્યા કરે છે. તે કેમ દૂર થાય તે જણાવશે.”
શતાનીક રાજાનું વચન શ્રવણ કરીને પરબ્રહ્મ મહાવીર પરમેશ્વર કહેવા લાગ્યા કે, “હે શતાનીક! સમ્યગ્દષ્ટિ પામ્યા બાદ સર્વ સમ્યગ્દષ્ટિવાળા લેક આત્માની શુદ્ધિ એકદમ પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. તેનું કારણ મેહનીયાદિ કર્મોને ઉદય છે. સમ્યગ્દષ્ટિ પામ્યા બાદ કેટલાક લેક અંતર્મુહૂર્તમાં ચારિત્રમેહ વગેરે ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે. કેટલાક મનુષ્યને ચારિત્રમેહ એ તો ગાઢ હોય છે કે જેથી એક જ ભવમાં ચોથી ગુણસ્થાનક ભૂમિકામાંથી પાંચમી દેશવિરતિ ગુણસ્થાનકભૂમિકા સુધી પણ જઈ શકતા નથી. કેટલાક આત્માઓ એક ભવમાં પાંચમી સુધી જાય છે, કેટલાક છઠ્ઠી પ્રમાદ ગુણસ્થાનકવાળી ત્યાગભૂમિકા સુધી જાય છે, કેટલાક એક જ ભવમાં અપ્રમત્ત ગુણસ્થાનક નામની સાતમી ભૂમિકા સુધી જાય છે અને કેટલાક એક જ ભવમાં ઠેઠ તેરમી ભૂમિકા સુધી જઈ પૂર્ણ, શુદ્ધ, સ્વતંત્ર, મુક્ત બને છે.” સમ્યગ્દષ્ટિની યોગ્યતા:
“અવિરતિ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થયા બાદ જે અત્યંત તીવ્ર નિકાચિત અપ્રત્યાખ્યાન કષાય હોય છે, તે તેથી ચારિત્રનું સ્વરૂપ જાણ્યા છતાં અને તેની રુચિ છતાં તેની પ્રાપ્તિ થઈ શકતી
For Private And Personal Use Only