________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
અધ્યાત્મ મહાવીર તેથી દુછાવૃત્તિ પણ રહેતી નથી. ભય, શોક, દુગં છાની વૃત્તિ સુધી હિંસાની સૂક્ષમ વૃત્તિ પણ અંશમાત્ર રહે છે. તે પણ ટળી જાય છે.
શુક્લધ્યાનપૂર્વકની સમાધિથી દેહાતીત એવા આત્માના સુખને અનુભવરસ પ્રગટયા પછી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક દ્વારા ઈચ્છાયેલા મૈથુનથી થતા ભ્રાંતિમય આનંદને મેહ ટળી જાય છે. તેથી ત્રણ વેદની વૃત્તિ ટળે છે. પુરુષ જે ધ્યાની હોય છે તો તેને ભાવપુરષદ ટળે છે, સ્ત્રી જે આત્મધ્યાની હોય છે તો તેને ભાગસ્ત્રીવેદ ટળે છે, નપુંસક જે આત્મધ્યાની હોય છે તો તેને નપુંસકવેદ મેહ ટળે છે. ત્રણ પ્રકારના વેદના કામની વાસનાથી લોકે દુનિયામાં અનેક પ્રકારનાં પાપકર્મો કરે છે અને મનમાં સ્વપ્ન વિષે પણ શાંતિ પામી શકતા નથી. કામગથી વિશ્વમાં કોઈને ભૂતકાળમાં શાંતિ કે સુખ પ્રાપ્ત થયું નથી, વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી અને ભવિષ્યમાં કેઈને પ્રાપ્ત થનાર નથી.
પુરુષવેદાદિ કામવાસનાથી આત્મસુખમાં અંતરાય આવે છે. જ્યાં કામવાસના છે ત્યાં આત્મસુખ નથી. પાંચે ઈન્દ્રિયોદ્વારા સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. પરમાણુઓના બનેલા જડ દેહાદિ પદાર્થોમાં સુખ નથી. શરીરના ભાગથી શરીરની ક્ષીણતા થાય છે. કામવાસનાના ગે થતે રાગ તે મોહ છે. ત્યાં શુદ્ધાત્મપ્રેમ નથી, એ અનિવૃત્તિકરણ દશામાં શુક્લધ્યાનયોગ અનુભવ આવે છે. તેથી કામાદિ વાસનાના સૂક્ષ્મ વિચારોને પણ સર્વથા નાશ થાય છે. કામવાસનાને સર્વથા નાશ થતાં આત્મા સર્વ વિશ્વની બહાર અનંતગુણે છલકાઈ જાય એવા આત્માના સુખનો સમયે સમયે અનુભવ કરે છે. પશ્ચાત્ સમભાવરૂપ પિતાને સ્વરૂપે આત્મા પરિણમે છે અને તેના બળથી સૂક્ષ્મરૂપ થયેલા અને કંઈક કંઈક રહેલા એવા સંજવલન કષાયોને સર્વથા નાશ થાય છે. એવી આત્મામાં
For Private And Personal Use Only