________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પર
અધ્યાત્મ મહાવીર જ્ઞાન-વૈરાગ્યના બળે સંજવલન કષાયોને દબાવી–ઉપશમાવી અપ્રમત્ત આત્મપગ ગુણસ્થાનકમાં ચઢે છે અને ત્યાંથી ઉત્કૃષ્ટ દશાએ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. છઠ્ઠી ભૂમિકાવાળા પ્રમત્તગુણસ્થાનકમાં રહેલા ત્યાગીઓની અને અપ્રમત્ત ત્યાગીઓની સંગત કરવાથી ચારિત્રમેહનો નાશ થાય છે. હજારો ગાઉ દૂર રહેલા એવા ત્યાગીઓની સેવાભક્તિ કરવા માટે ત્યાં જવું અને તેઓને વિનયપૂર્વક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવા. તેઓ પાસેથી શુદ્ધાત્મસ્વરૂપ શ્રવણ કરવું. તેઓની સેવા-ભક્તિમાં ખામી ન રાખવી.
પ્રમત્તગુણસ્થાનકવત સંયમી મહાત્માઓ વિશેષ પ્રકારે ધર્મને પ્રચાર કરે છે. તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવું. પ્રશસ્ય કષાયથી મહાત્માઓ વિશ્વના લેકેને ધર્મમાં પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. મારા ઉપદેશાનુસાર ત્યાગી મહાત્માઓ પ્રમાદમાં છતાં, પ્રમાદની સાથે યુદ્ધ કરવા છતાં, શુદ્ધાત્મસ્વરૂપના ઉપાસક બને છે. ત્યાગી ધર્માચાર્યો પ્રમત્તગુણસ્થાનકમાં રહીને અપ્રમત્ત
નિઓની વિયાવૃત્ય કરે છે. પ્રમત્ત મુનિઓના બાહ્ય વેષ, .આચાર અને વ્યવહારમાં રુચિભેદે અનેક ભેદ છે. તેમાં સર્વના આત્માની શુદ્ધિ કરવી એ જ ઉદ્દેશથી બાહ્ય આચારવ્યવહાર છે. તેથી બાહ્ય ક્રિયા કે આચારના, મતભેદમાં મૂંઝાવાનું કારણ નથી.
અપ્રમત્ત જ્ઞાની ધ્યાની મહાત્માઓ શુદ્ધાત્માસ્વરૂપના પૂર્ણ રસિયા બને છે. તેઓ અપૂર્વકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. પૂર્વે કદાપિ ધ્યાનની શક્તિ નહીં પ્રાપ્ત કરેલી એવી શુક્લ ધ્યાનની શક્તિને પામે છે અને તેથી આત્મામાં અપૂર્વ વીર્યોલાસ જાગ્રત થાય છે. તેથી તેવી ધ્યાનસમાધિદશામાં વર્તતાં જે વિશ્વના સર્વ જીવોનાં કમ ત્યાં આવીને પડે તો તેને એક ક્ષણમાં નાશ કરે એવું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. તેવા શુકલધ્યાનથી આવેલું. અપૂર્વકરણ કદી પાછું જાય નહિ એવી
For Private And Personal Use Only