________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૧ નિવૃત્તિ કરીને પોતાને પરમાત્મસ્વરૂપે અનુભવે છે. ત્યાં આત્માને રાગદ્વેષથી રહિત એક અદ્વૈતભાવે અનુભવે છે. તેઓ હૃદયમાં પ્રભુને નિહાળે છે.
“અપ્રમત્તગુણસ્થાનકવાળી સાતમી ભૂમિકામાં આત્મા વિશુદ્ધ પગે વતે છે અને ઉજજવલ ધ્યાનથી પ્રતિક્ષણે અનંત અનંત કર્મને ક્ષય કરે છે અપ્રમત્ત મુનિઓ આત્માના દ્રષ્ટા બને છે. તેઓ આત્માને દેખે છે, પણ કેટલાંક કર્મ ખરે છે અને કેટલાંક કર્મ બાકી રહ્યાં છે એવી કર્મસંબંધી ઉપયોગદષ્ટિને મૂકતા નથી. આત્માના સહજ સ્વભાવમાં તેઓ રમે છે. તેઓ મારામાં એકતાન બની જાય છે. તેઓ દુનિયાને ભૂલી જાય છે.
સાતમી ભૂમિકામાં આત્મસમાધિથી મુક્તિસુખને પૂર્ણ નિશ્ચય થાય છે. સાતમી ગુણસ્થાનકભૂમિકામાં અનેક લબ્ધિઓ પ્રગટે છે. છઠ્ઠી ગુણસ્થાનકભૂમિકામાં આર્તધ્યાન પ્રગટે છે અને ધર્મધ્યાન પણ વર્તે છે તથા કેઈ વખત હિંસાનુબંધી વિચારવાળું રૌદ્રધ્યાન પ્રગટે છે. સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં નામરૂપને મેહ રહેતો નથી તેમ જ ત્યાં વર્તનારને રૌદ્રધ્યાન અને આર્તધ્યાન રહેતું નથી. ત્યાં ધર્મધ્યાનની મુખ્યતા વતે છે. ત્યાં શુકલધ્યાનને પ્રારંભ થાય છે તેથી આત્મજ્ઞાની ચગી અને ત્યાગીઓ પૂર્ણાનંદને અનુભવ કરે છે. ત્યાંથી કદાચ તેઓ નીચા આવે છે તે છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાનું કાર્ય કરે છે અને આત્માના ઉપગમાં વર્તે છે.
છઠ્ઠી પ્રમત્તગુણસ્થાનકભૂમિમાં વારંવાર પ્રસાદે આવે છે અને તેથી ત્યાં પ્રતિક્રમણની જરૂર રહે છે. પ્રમત્ત મુનિએ આત્માના જ્ઞાન અને વૈરાગ્યથી મન રૂ૫ રણક્ષેત્રમાં પ્રમાદે, કે આજે આમાના શકે છે, તેઓની સાથે યુદ્ધ કરે છે અને
For Private And Personal Use Only