________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
અધ્યાત્મ મહાવીર અને ક્ષાયિક ભાવ કરે છે.
“અનંતાનુબંધી કષાયની સ્થિતિ યાવજીવન છે, અપ્રત્યાખ્યાન કષાય વર્ષ સુધી રહે છે, પ્રત્યાખ્યાન કષાય ચાર માસ પર્યત રહે છે અને સંજ્વલન કષાય એક પક્ષ સુધી રહે છે. અનંતાનુબંધી અશુભ કષાયના તીત્રોદયથી નરકનું આયુષ્ય બંધાય છે, અપ્રશસ્ય અને અધર્મ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે, પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી મનુષ્યગતિનું આયુષ્ય બંધાય છે અને સંજવલન કષાયના ઉદયથી દેવગતિને યોગ્ય આયુષ્યને બંધ પડે છે. અનંતાનુબંધી અપ્રશસ્ય કષાય હોય છે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી તથા તે સભ્યજ્ઞાનનું આચ્છાદન કરનાર છે. અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી અણુવ્રતનો લાભ મળતો નથી, પ્રત્યાખ્યાનીકષાયના ઉદયથી સર્વવિરતિનો લાભ પ્રાપ્ત થતો નથી અને સંજવલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્ર્યને લાભ પ્રાપ્ત થતો નથી.
અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને તેમના ઉદયથી સમ્યગ્દષ્ટિપણાને બાધ આવતો નથી. સમ્યગ્દષ્ટિ એ જ્ઞાની અપ્રત્યાખ્યાન કષાયને પ્રશસ્ય સ્વાર્થિક કર્તવ્ય કર્મોમાં વાપરે છે. તે અપ્રશસ્ય કષાયોને આત્મધ્યાનથી દૂર કરે છે. સમ્યગ્દષ્ટિ એ અવિરતિ મનુષ્ય અણુવ્રતનિયમને ગ્રહણ કરી શકતો નથી. વૈરાગ્યના પરિણામથી એક ક્ષણમાત્રમાં ઉત્કૃષ્ટ દશાએ અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. વૈરાગ્યના અને જ્ઞાનના જઘન્ય પરિણામે અપ્રત્યાખ્યાની કષાયને ઉપશમ થાય છે અને મધ્યમ ઉપયોગે પશમ થાય છે. અપ્રત્યાખ્યાન કષાયો વારંવાર પ્રગટવા અને વારં વાર ટળી જવા તે પશમભાવથી છે. સાધુસંગતિ, સદુપદેશશ્રવણ, આત્મવિચારણા, દેવ-ગુરુની ભક્તિ અને કર્મ સ્વરૂપના જ્ઞાનથી અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે અને તેથી ગૃહસ્થ
For Private And Personal Use Only