________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
અધ્યાત્મ મહાવીર
થઈ ને આત્માના સત્ય સુખની શ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. મિથ્યાત્વી લાકે જડ પદાર્થોના ચેાગે તથા જડ પદાર્થોના ભાગે જ સત્ય સુખ માને છે. તેઓ દેહથી સુખ થાય છે, પણ દેહથી ભિન્ન આત્મામાં સત્ય સુખ છે એમ માનતા નથી. મિથ્યાત્વી જડવાદીએ આત્માના સુખને અનુભવ કરી શકતા નથી. તેથી તેએ જડ વસ્તુઓમાં શાતાવેદનીયના ચેાગે સુખ માની પ્રવર્તે છે અને તેએમાં રાગદ્વેષના પરિણામે પરિણમીને યુદ્ધ, કાપકાપી, હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર આદિ કર્મમાં પ્રવૃત્ત થાય છે અને ધમ્ય ન્યાયથી વિમુખ રહી અધ પ્રવૃત્તિ કર્યાં કરે છે. મિથ્યાદષ્ટિ જ્યાંત્યાં શુભાશુભ પરિણામથી બંધાય છે.
· સભ્યજ્ઞાનીએ ગૃહસ્થાવાસમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુસારે પ્રવર્તે છે, પરંતુ તેમાં તે આત્મદૃષ્ટિવાળા હોવાથી ખંધાતા નથી. જે ભોગેાને અને ઉપભોગને મિથ્યાદષ્ટિ ભોગવે છે તે જ ભાગાને અને ઉપભોગને સમ્ય ષ્ટિ ભોગવે છે, છતાં બન્નેની દૃષ્ટિમાં ભેદ હેાવાથી મિથ્યાત્વી -અજ્ઞાની ખ`ધાય છે અને જ્ઞાની છૂટે છે. સમ્યગ્દષ્ટિ સાંસારિક સુખને ક્ષણિક માને છે અને આત્મસુખની આગળ વસ્તુતઃ તે સત્ય સુખ નથી એમ માનતા હેાવાથી તેમાં આસક્તિથી બંધાતા નથી. સત્યમાર્ગોમાં સમ્યગ્દષ્ટિ મનુષ્ય ગમન કરે છે. સંસારના જડ પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી. જે પદાર્થો કાઈ ને શુભ લાગે છે તે જ પદાર્થો કેાઈ ને અશુભ લાગે છે, એમ સમ્યગ્દષ્ટિ મનુષ્ય અનુભવ કરે છે. તેથી તે સંસારમાં સ'સારના વ્યવહાર પ્રમાણે પદાર્થોમાં શુભાશુભ વ્યવહાર કરે છે, પણ અંતરથી તે શુભાશુભ માન્યતાથી મુક્ત રહે છે. 6 સમ્યકત્વ પ્રાપ્ત થતાં અને તાનુખ ધી કષાય ટળે છે, પરતુ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સજવલન કષાય અકી રહે છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્મા પેાતાના સ્વરૂપના અનુભવનિશ્ચય કરે છે. તે જડને જડ જાણે છે અને ચેતનને ચેતન જાણે.
For Private And Personal Use Only