________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
કર્મનું સ્વરૂપ છે. કોઈને પહેલાં ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને કેઈને પહેલાં પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કાચી બે ઘડીમાં ઉપશમ અને ઉપશમ સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને કાચી બે ઘડીમાં ક્ષાયિક સમ્યદૃષ્ટિ જ્ઞાન અને વૈરાગ્યના બળથી ચારિત્ર મેહનીયને સર્વથા નાશ કરી તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને સર્વથા નાશ કરી, કેવળજ્ઞાન પામી, આયુષ્યકર્મ બાકી ન હોય તે મુક્તિને પામે છે.
સમ્યગ્દષ્ટિના યોગે આત્માની શ્રદ્ધા થાય છે અને આત્મામાં નિરુપાધિક સહજ સુખ છે એવો અનુભવ આવે છે. જિનેશ્વરદેવ, ગુરુ અને ધર્મની આરાધના કરનારા કેટલાક મનુષ્ય તથા દેવ અને તિર્યંચ તથા નારકીઓ ઉપશમ તથા પશમ સમ્યગ્દષ્ટિવાળા હોય છે. ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં એ ત્રણ સમ્યકત્વવાળા મનુષ્યો વર્તે છે. સમ્યકત્વના પરિણામ તે નિશ્ચયસમ્યકત્વ છે અને એ નિશ્ચયસમ્યકાવના પરિણામને હેતુ તે દ્રવ્ય અર્થાત્ વ્યવહારસમ્યકત્વ છે. પ્રથમ દિશામાં દેવ-ગુરુને સમાગમ કે, જ્ઞાનનું શ્રવણ કરવું, પ્રશ્નો કરવા, તેનું સમાધાન મેળવવું તે દ્રવ્યસમ્યકત્વ છે. જે નિમિત્તો વડે સમ્યકત્વની પ્રાપ્તિ થવી તે નિમિત્તસમ્યજ્ઞાનદ્રષ્ટિ છે. દેવ, ગુરુ અને આત્મા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ પ્રગટ તે સત્ય સમ્રજ્ઞાનનું કાર્ય છે. સમ્યગ્દષ્ટિથી સત્યને અને -અસત્યને નિશ્ચય થાય છે.
સમ્યજ્ઞાની અપ કર્મ બાંધે છે અને અનંતસુઝુ કર્મને ભોગવીને પ્રેસવે છે તથા ભોગવ્યા વિના આત્માપરાથી અનત કર્મ ખેરવે છે. જળમાં જેમ કમલ નિર્લેપ રહે છે તેમ સમજ્ઞાની સાંસારિક સર્વ કાર્યોમાં, વિષમાં, અચારામાં માતલા છતાં અપનબંધક અને નિર્લેપી રહે છે. સમ્યગદક્તિમતે સાંસારિક ભેગેને ભોગવે છે, પરંતુ તેમાં આસન
For Private And Personal Use Only