________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
અધ્યાત્મ મહાવીર ધર્મ પર એક દિવસમાં ઘણીવાર શ્રદ્ધા થાય છે, પુનઃ શંકા થતાં શ્રદ્ધા ટળી જાય છે. પુનઃ પાછી દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધાપ્રીતિ થાય છે. આત્માને પુનર્જન્મ, કર્મસ્વરૂપ, મોક્ષ, ષટુસ્થાનની શ્રદ્ધા આદિની શ્રદ્ધા એક દિવસમાં અનેકવાર આવે છે અને જાય છે. કોઈને એક જન્મમાં દેવ, ગુરુ અને જૈન ધર્મની શ્રદ્ધા ચારપાંચ વાર રમે છે અને પુનઃ શ્રદ્ધા પ્રગટે છે. નાસ્તિક અને કુશાસ્ત્રોના સંબંધથી શ્રદ્ધારુચિ ટળે છે અને આસ્તિક ગુરુઓના સમાગમથી તથા જૈન શાસ્ત્રોના શ્રવણ, વાચન, મનન અને સ્મરણથી પુનઃ જિનેશ્વરેદેવ, ગુરુ તથા ધર્મ પર શ્રદ્ધા–પ્રેમ પ્રગટે છે. એવા સમ્યકત્વને ક્ષોપશમ સમ્યકત્વ જાણુ.
અનંતાનુબંધી ચાર કષાય અને સમકિત મેહનીય, મિશ્રમેહનીય તથા સમ્યકત્વ મોહનીયના સંપૂર્ણ નાશથી કદાપિ સ્વને પણ દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા-પ્રીતિ જે પ્રગટી હોય છે તે ટળતી નથી. આત્માની, કર્મની અને નવતત્વની શ્રદ્ધા જે પ્રગટે છે તેમાં કદાપિ ગમે તેવા મિથ્યાત્વકારક સંગમાં પણ વિપર્યાય થતો નથી. પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ત્રણચાર ભવમાં અવશ્ય મુક્તિ થાય છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જે તે પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તો અવશ્ય આત્મા તે જ પરમાત્મા બને છે અને તે મુક્ત થાય છે. ક્ષાયિક સમ્યકત્વની પૂર્વે જે આયુષ્યને બંધ પડી ગયો હોય તે એક, બે કે ત્રણ ભવ કરવા પડે છે.
ચારે ગતિમાં ઉપશમ સમિતિ, ક્ષયે પશમ સમકિત અને ક્ષાચિક સમતિવાળા આત્માઓ અંતરાત્મભાવે કર્મો કરવા - છતાં, ભોગવવા છતાં અને નિર્જરવા છતાં વિચરે છે. સમ્યદૃષ્ટિ પ્રાપ્ત કરતાની સાથે સંસારરૂપ સાગર હથેળીના જળ જેટલ બની જાય છે. ઉપશમસમ્યકત્વ કરતાં ક્ષયોપશમસમ્યકત્વ બળવાન છે. તેના કરતાં ક્ષાયિક સમ્યકત્વ બળવંત
For Private And Personal Use Only