________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
કર્મનું સ્વરૂપ બંધક થાય છે. અર્થાત્ એકવાર એ અનંતાનુબંધી કષાયને ઉપશમ માત્ર કાચી બે ઘડી સુધી રહેવાથી ઘાતકર્મની. ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ કોઈ વખત બંધાતી નથી. અનંતાનુબંધી. કષાય અને મિથ્યાત્વના ઉપશમથી અત્તરાભપદ પ્રાપ્ત થાય છે, અને તેથી પશ્ચાત્ કાચી બે ઘડીમાં ઉત્કૃષ્ટ આત્મલ્લાસના પરિણામે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
“અનંતાનુબંધી કષાચોને વારંવાર ક્ષયોપશમ થવાથી વધારેમાં વધારે પંદર ભવ નહિ તો ત્રણચાર ભવ કરવા બાકી રહે છે. એક જ ભવમાં અનંતાનુબંધીને ઉપશમ કર્યા પછી વારંવાર તેને પશમ થયા કરે છે. ક્ષપશમભાવ દ્વારા તરત ક્ષાયિક ભાવ પ્રગટે છે અને તેથી ઉત્કૃષ્ટ ભંગે કાચી બે ઘડીમાં ઘાતી– કર્મને સર્વથા નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અનંતાનુબંધી. કષાય જ્યારે ટળે છે ત્યારે ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા–પ્રીતિ પ્રગટે છે, જૈન ધર્મની આરાધનામાં પ્રાણાર્પણ થાય છે, જેને પર સેવાભક્તિના ભાવ પ્રગટે છે, ચતુર્વિધ સંઘની સેવાભક્તિમાં પ્રાણાપણ થાય છે. એ પ્રમાણે રુચિ અને યથાશક્તિ પ્રવૃત્તિ થાય એટલે સમજવું કે અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વને નાશ થયો છે.
અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વમેહને કાચી બે ઘડી સુધી ઉપશમભાવ થતાં વીતરાગના જૈન ધર્મ, ગુરુ અને દેવ પર બે ઘડી સુધી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. પશ્ચાત્ બે ઘડી પછી મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયની પરિણતિ પ્રગટતાં આભાને ધર્મની શ્રદ્ધા રહેતી નથી. એને ઉપશમસમ્યકત્વ જાણવું. એક ભવમાં પાંચવાર ઉપશમ સમ્યકત્વ પ્રગટે છે અને તેથી તેને ત્રણચાર ભવમાં કે વધારેમાં વધારે સાતઆઠ ભાવમાં અસંખ્યવાર પશમ સમ્યકત્વ પ્રગટે છે અને આવરણ– પ્રયોગે પાછું ટળી જાય છે. એક મનુષ્યને એક ભવમાં અસંખ્ય વાર ક્ષયે પશમ સમ્યકત્વ પ્રગટે છે. જિનેશ્વરદેવ, ગુરુ અને
૨૨
For Private And Personal Use Only