________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
અધ્યાત્મ મહાવીર કષાયથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ થાય છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ છે.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને નાશ. થતાં હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા-પ્રીતિ પ્રગટે છે, આભવાદ પર સંપૂર્ણ શ્રદ્ધા ચેટે છે, જડ વસ્તુઓના ભોગોમાં સુખ છે એવા જડવાદને મેહ ટળી જાય છે અને આત્મામાં સત્ય સુખ છે એવો દઢ વિશ્વાસ થાય છે. અનંતાનુબંધી કષાયને નાશ થવાથી હૃદયમાં ચારિત્ર અને ત્યાગ પર રુચિ પ્રગટે છે અને સમ્યગ્દર્શન પ્રગટવામાં તેથી ઘણી સહાય મળે છે. અનંતાબંધી કષાયોને નાશ થવાથી સમકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે. તેનાથી દેવ-ગુરુધર્મની સેવા અને ભક્તિમાં પ્રાણાર્પણ થાય છે તથા ઘણા કાળ સુધી કોધાદિક કષાયની પરિણતિ રહેતી નથી. જેને ક્રોધ પ્રગટે અને તેથી અમુકને નાશ અથવા અશુભ કરવાનું મન થાય, પણ પાછળથી અમુકને નાશ કરવા તથા અશુભ કરવા ઈચ્છા ન રહે તેને નિષ્ફળ ક્રોધ જાણવો. તે પ્રમાણે માન, માયા, અને લાભના પરિણામની પણ નિષ્ફળતા જાણ. કામની પણ તે પ્રમાણે નિષ્ફળતા જાણ.” સમ્યકત્વ?
“અનંતાનુબંધી કષાયને પરિણામ જે વખતે નથી હોતો તે વખતે આત્મા પિતાના સ્વરૂપને અનુભવે છે અને કર્મની દશા પ્રમાણે સર્વ શુભાશુભ થાય છે એમ જાણું શાંત બને છે. તેથી તે વખતે સમ્યગ્દષ્ટિનો ઉપયોગ તા રહે છે. અનંતાનુબંધી કષાયે જે એકવાર અંતર્મુહૂર્ત સુધી ઉપશમે, તે તેથી સંસારમાં ફક્ત અર્ધપગલપરાવર્તકાળ સુધી પરિભ્રમણ કરવાનું બાકી રહે છે. અંતમુહૂર્તપર્યત અનંતાનુબંધી કષાયને એક વાર જ ઉપશમ થવાથી આટલું ફળ મળે છે, એટલું જ નહીં, પરંતુ તેથી બહિરાત્મભાવનો નાશ થાય છે અને આત્મા અપુન
For Private And Personal Use Only