________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૩૩. શાસ્ત્રો પણ સમ્યકરૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ જેને જે વાંચે છે, જે શ્રવણ કરે છે અને જે તત્વચિંતવન કરે છે તેમાં સમ્યગ્દષ્ટિ હોવાથી સાપેક્ષાએ સત્યને ગ્રહણ કરે છે. શંખ પંચવણું મૃત્તિકાનું ભક્ષણ કરે છે અને તેને તે વેતરૂપે પરિણાવે છે, તેમ દર્શનમેહના વિનાશથી સમ્યગ્દષ્ટિ એવે આત્મજ્ઞાની વિશ્વમાં પ્રવર્તતાં સર્વ પ્રકારનાં મિથ્યાત્વાદિક શાને, મતોને અને ધર્મોને સમ્યગ્દષ્ટિથી સમ્યપણે પરિણમાવે છે અને મિથ્યાત્વને દૂર કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ સર્વત્ર સાપેક્ષ શક્તિમાન રહે છે. તેને કોઈ પણ પ્રતિબદ્ધ કરવાને શક્તિમાન થતું નથી.
દર્શનમહોદયથી વિશ્વવત જીવોને અનાદિકાળથી વિચારભેદ અને ધર્મભેદ વર્તે છે. અનાદિકાળથી જ્ઞાન અને અજ્ઞાન બન્ને સાથે વિશ્વમાં પ્રવર્તે છે. અનાદિકાળથી સર્વધર્મ સંબંધી ભિન્ન ભિન્ન દષ્ટિઓ અનેક રૂપાંતરોથી પ્રવર્તે છે. તેનું કારણ દર્શનમેહ છે.
શત અજ્ઞાનીઓને શત મતભેદ છે અને શત જ્ઞાની. ઓને એક મત હોય છે. દર્શનમેહ જેમ જેમ ટળે છે તેમ તેમ સત્ય આત્મતત્વનો પ્રકાશ થાય છે, મિથ્યા શા અને સમ્યક્ શાસ્ત્રો અનાદિકાળથી પ્રગટે છે અને વિલય પામે છે. દર્શનનેહથી અનેક અસત્ય મત અને પંથે પ્રવર્તે છે. દર્શન મેહનો નાશ થવાથી આત્માદિ તને સમ્યક્ પ્રકાશ થાય છે. સૂર્ય પરથી વાદળ વીખરાતાં જેમ સૂર્યબિંબને યથાર્થ પ્રકાશ થાય છે, તેમ દર્શન ઉપર આવેલા મેહના વિનાશથી આત્માદિ તને સત્ય પ્રકાશ થાય છે.
સમ્યગ્દષ્ટિથી ધર્મને ધર્મ તરીકે બંધ થાય છે અને અધર્મને અધર્મ તરીકે બંધ થાય છે. સમ્યગ્દષ્ટિથી અનેક અપેક્ષા વડે આત્મતત્ત્વને પ્રકાશ થાય છે અને તેથી સર્વ
For Private And Personal Use Only