________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૩૧ છે, અને અજ્ઞ ભક્તો તેવું કર્તાહર્તાપણું ઈશ્વરમાં જ્યાં સુધી માને છે ત્યાં સુધી તેઓ દર્શનમોહનીય કર્મથી મુક્ત નથી.
સર્વે જીવો કંઈ ઈશ્વરના અંશ નથી તેમ જ જડતત્ત્વ પણ કંઈ ઈશ્વરના અંશરૂપ નથી. સર્વ જીવોને આત્મા એક નથી. પ્રેમની, સંપની તથા સત્તાની દષ્ટિએ સર્વ જીનો આત્મા એક ગણાય છે, પરંતુ વસ્તુતઃ જ્ઞાનદષ્ટિએ પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા છે. એવા અનંત આત્માઓ કર્મસહિત છે. - “અજ્ઞાન અને મહિના પરિણામે આત્મા કર્મને કર્તા છે અને જ્ઞાનના પરિણામે આત્મા પિતાના શુદ્ધાત્મસ્વરૂપો કર્તા અને કર્મને હર્તા છે. સર્વ કર્મને નાશથી આત્મા પોતે જ પરમાત્મા, સિદ્ધ, બુદ્ધ બને છે. એ શુદ્ધ નિશ્ચય થતાં સમ્યજ્ઞાન પ્રગટે છે. તેથી સાપેક્ષપણે સર્વ વસ્તુઓનું જ્ઞાન થાય છે અને ભિન્ન ભિન્ન દષ્ટિએથી થતું અજ્ઞાન ટળી જાય છે.
“આત્મા છે, કર્મ છે, આત્મા અને કર્મને અનાદિસંબંધ છે, આત્મા કર્મને કર્તા અને તેનો હર્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે—એ જેને અનુભવાત્મક નિશ્ચય થાય છે તેને સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યજ્ઞાન પ્રગટતાંની સાથે જ મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે. આત્માના શુદ્ધ પર્યાય થવા તે જ મોક્ષ છે. આત્મામાં મોક્ષ છે અને તેને પ્રગટકર્તા પણ આત્મા જ છે. આત્માની સાથે લાગેલાં જે કર્મનાં દલિકો છે તે જ આવરણ છે. આત્માની સાથે સંયેગી થયેલાં જે કર્મો છે તે આત્માની અપેક્ષાએ અસત્ છે અને પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ પરમાણુત્કંધરૂપ સત્ છે.
આત્માની સાથે કર્મ લાગ્યાં નથી, કર્મ જડ નથી, પણ ભ્રાંતિરૂપ છે એમ કેટલાક વાદીઓ માને છે. તે શુષ્ક જ્ઞાની તથા વસ્તુતઃ અજ્ઞાની છે.
આત્માની સાથે કર્મ છે અને તે અનાદિકાળથી છે.
For Private And Personal Use Only