________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
અધ્યાત્મ મહાવીર બુદ્ધિ પ્રગટે છે મિથ્યાત્વ મોહથી વિપરીત બુદ્ધિ થાય છે. તેનાથી અધર્મમાં ધર્મની, સત્યમાં અસત્યની અને અસત્યમાં સત્યની બુદ્ધિ થાય છે.
સદ્ગુરુની સંગતિથી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમેહનીયનો નાશ થાય છે. મારી આજ્ઞાને સત્યભાવે નિશ્ચય પ્રગટતાં મિથ્યાત્વનાં દલિકે રહેતાં નથી. જવર
જ્યાં સુધી શરીરમાં હોય છે ત્યાં સુધી ભેજનની ઈચ્છા થતી નથી અને જ્યારે ખરેખરી ભૂખ લાગે છે ત્યારે શરીરમાં જવર હોતો નથી. દેવ-ગુરુ-ધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે ત્યારે દર્શનમેહનીય કર્મ રહેતું નથી. આત્મા, દેવ, ગુરુ અને ધર્મની જ્યાં સુધી હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી ત્યાં સુધી દર્શન મેહનીય છે, એમ જાણ દશમેહનીયનો નાશ કરવા પ્રયત્ન કરે.
આભા સંબંધી ષસ્થાનકને વિચાર કરવાથી દર્શનમેહનીય કર્મને નાશ થાય છે. વિશ્વ અનાદિ અનંત છે. જડ અને ચેતન એ બે તત્ત્વનું સંપૂર્ણ વિશ્વ છે. આત્મામાં ચેતનાશક્તિ છે અને જડમાં ચેતનાશક્તિ નથી. અનાદિકાળથી ચેતન અને જડ એ બે તત્વ છે. ચેતનથી જડની ઉત્પત્તિ થતી નથી અને જડથી ચેતનની ઉત્પત્તિ થતી નથી. કર્મ રહિત આત્મા તે જ ઈશ્વર છે. જડ-ચેતનમય વિશ્વને કર્તાહર્તા કોઈ ઈશ્વર નથી. શુદ્ધાત્મારૂપ ઈશ્વરથી જડની તેમ જ ચેતનની ઉત્પત્તિ થતી નથી. એવો તેનો સ્વભાવ છે. જગતની રચના કરવાનું ઈશ્વરને કંઈ પ્રયોજન નથી, તેમ અન્ય જીના કર્મોને ન્યાયકર્તા તથા ન્યાય કરીને સુખ–દુઃખ દેનાર ઈશ્વર નથી. ભક્તિની દષ્ટિએ મારામાં વિશ્વકર્તાદિને આપ ભક્ત લેકે વડે કરાય છે, પણ તે જ્ઞાનદષ્ટિએ સત્ય નથી. તત્ત્વદષ્ટિએ જોઈએ તો શુદ્ધાત્મા પરમેશ્વર વસ્તુતઃ જગતના કર્તા-હર્તા નથી. તેથી મારામાં જગતનું કર્તાહર્તાપણું માનવું તે અજ્ઞાન
For Private And Personal Use Only