________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૯ નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે બ્રાહ્મણ અને શૂદ્ર જે જે કર્મો કરે છે તેમાં તે કર્મબંધથી નિર્લેપ રહે છે.” મેહનું સ્વરૂપ:
શાતા અને અશાતા ભગવતાં જે રાગદ્વેષરૂપ મેહ થાય છે તો તેથી મેહનીય કર્મ બંધાય છે. મેહનીય કર્મના બે ભેદ છે: દ્રવ્યમહનીય અને ભાવમોહનીય. તેમાં પુદ્ગલસ્કંધપ્રકૃતિરૂપ દ્રવ્યમેહનીય છે અને રાગદ્વેષાત્મક પરિણતિરૂપ ભાવમોહનીય કર્મ છે. ભાવમોહનીયની પરિણતિના બળે દ્રિવ્યમેહનીય કર્મ બંધાય છે. ભાવમેહથી આઠે કર્મનો બંધ થાય છે. મનુષ્ય ખાધેલા ખેરાકને પેટમાં ઉતારે છે. તે ખોરાક રુધિર વગેરે સાત ધાતુના રૂપમાં અલ્પ–બહુ અંશે પરિણમે છે. તેમ મેહથી ગ્રહણ કરેલ કર્મવર્ગણાઓ પણ આઠ કર્મની પ્રકૃતિરૂપે પરિણમે છે. ભાવમેહના નાશથી આઠે કર્મને નાશ થાય છે. રાજાને નાશ થતા જેમ સૈન્યને પરાભવ નાશ થાય છે તેમ મેહના નાશથી અન્ય સર્વ કર્મને નાશ થાય છે.
ભાવમેહને નાશક ખરેખર આત્મજ્ઞાનપગ છે. ભાવહ પ્રગટવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનથી મેહને પ્રાદુર્ભાવ થાય છે. તેની આગળ જેમ અંધકાર ટકતું નથી તેમ આત્મજ્ઞાન આગળ મેહની પરિણતિ પ્રગટી શકતી નથી.
મોહના બે ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમેહ, તેમાં દર્શનમોહથી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થતી નથી. સમકિત મોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય એ ત્રણ દર્શનમેહનીયની પ્રકૃતિઓ છે. સમકિત મેહનીયથી આત્માદિ તમાં શંકા પ્રગટે છે. મિશ્ર મેહનીયથી ધર્મ અને અધર્મ સરખા લાગે છે અને સત્ય દેવ-ગુરુ-ધર્મનો નિશ્ચય થત નથી. મિથ્યાત્વ મેહનીય કર્મ થી આત્માનું વિપરીત જ્ઞાન થાય છે. કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની
For Private And Personal Use Only