________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
અધ્યાત્મ મહાવીર છે અને કર્મોની નિર્જરા થાય છે સાધુઓને દાન દેવાથી પુણ્ય થાય છે. ચતુર્વિધ સંઘની સેવાભક્તિ કરવાથી પુણ્ય અને નિર્જરા થાય છે. જૈન ધર્મની સેવાભક્તિ કરવાથી પુણ્ય અને નિર્જરા થાય છે. ઋષિમુનિઓને દાન દેવાથી પુણ્ય અને નિર્જરા થાય છે.
‘હિંસા, જઠ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, જુલમ, અન્યાય, પાખંડ વગેરે પાપકર્મો કરવાથી અશુભ કર્મને બંધ થાય છે અને તેથી અશાતા(દુઃખ)ને ભેગા થાય છે.
જ્ઞાનીને શુભ કર્મો કરતાં મોક્ષની ઈચ્છાએ નિજ રા થાય છે. પૌગલિક સુખની ઇચ્છાથી શુભ કર્મો કરતાં પુણ્યબંધ થાય છે. પુણ્યબંધથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. જ્યાં સુધી શરીર છે અને વિશ્વના કોની સાથે ઉપગ્રહસંબંધ છે ત્યાં સુધી જીવન્મુક્તોને શુભ પારમાર્થિક કાર્યો કરવાનો અધિકાર છે. જ્ઞાની અને જીવન્મુક્તો શુભ કર્મો કરવાથી શુભ કર્મને બંધ કરતા નથી, પરંતુ તેથી તેઓ અઘાતી પ્રારબ્ધકર્મોને વેદીને નિજરે છે.
પુણ્ય કર્મ છાયા સમાન છે અને પાપ કર્મ તડકા સમાન છે. જ્ઞાનીઓને મન-વાણુ-કાયાની પ્રવૃત્તિથી કર્મ બંધાતું નથી. તેઓ અનંતગણુાં કર્મોને ખેરવે છે અને અલ્પતર કર્મને બાંધે છે. એક અનાજના કોઠારમાંથી પ્રતિદિન ઘણું અનાજ કાઢવામાં આવે અને મૂઠી મૂકી અનાજ ભરવામાં આવે તો છેવટે અનાજનો કોઠાર ખાલી થાય છે, તેમ જ્ઞાની આત્મા શાતા અને અશાતાને સમભાવે ભોગવવા છતાં અનંત કર્મને નિર્જરી તેનો નાશ કરે છે. તે અઘાતી અહપ કર્મ બાંધે છે
અને તેનો પણ હૃદયમાં નહીં આવતા સત્તામાંથી નાશ કરે છે. સાંસારિક સુખમાં સુખબુદ્ધિ રહેતી નથી ત્યારે પુણ્યકાર્યોને સ્વાધિકારે કરવામાં આવે છે, છતાં તેમાં નિષ્કામ પણું રહે છે.
For Private And Personal Use Only