________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૫ અને આત્મા કાલાતીત બને છે. નામકર્મના નાશથી આત્માનું અરૂપીપણું પ્રગટ થાય છે અને પુદ્ગલ દ્રવ્યના રૂપીપણાની આત્મા પર અસર રહેતી નથી. ગે2કર્મના નાશથી ઉચ્ચ અને નીચપણું વેદાતું નથી અને તેથી આત્મા શુદ્ધતાને અનુભવે છે. નિકાચિત ઘાતી કર્મોને મનદ્વારા આત્મા વેદે છે. નિકાચિત કર્મોને કૈક જ્ઞાનીઓ ભોગવ્યા વિના સત્તામાંથી ઉખેડી નાખે છે. ઉત્કૃષ્ટપણે બાંધેલાં કેટલાંક નિકાચિત અઘાતી કર્મોને શરીર તથા મનદ્વારા ભેગા થાય છે. વેદનીય કર્મનો શરીર દ્વારા મનથકી ભેગા થાય છે. નામકર્મની કેટલીક પ્રવૃતિઓને મનદ્વારા ભોગ થાય છે અને કેટલીક શરીરાદિ રૂપે બને છે. ત્રિકમને મનદ્વારા સુખ–દુઃખરૂપ ફળથી ભોગ થાય છે.
“કેવળજ્ઞાન પ્રગટતાં ચાર અઘાતી કર્મ બાકી રહે છે. ક્ષેત્રપ્રકૃતિઓનો ક્ષેત્ર દ્વારા ભોગ થાય છે અને ગતિપ્રકૃતિને ગતિદ્વારા ભેગા થાય છે. શરીર મારફત શુભાશુભ કર્મને સુખ-દુઃખરૂપ પરિણતિથી ભેગા થાય છે. આત્મજ્ઞાન પ્રગટયા પછી પૂર્વનાં પ્રારબ્ધ કર્મોને ભોગ ભેગવવો પડે છે અને તે ભોગથી સુખ–દુઃખરૂપ ફળને રસ અનુભવ્યા બાદ તે કર્મો ખરી જાય છે. કાળાં વાદળ વરસ્યા બાદ જેમ પછીથી વીખરાઈ જાય છે અને સર્વથા ટળી જાય છે તેમ ઉદયમાં આવેલાં પુણ્યકર્મ અને પાપકર્મ પિતે મનદ્વારા સુખ-દુઃખરૂપ ફળને રસ દેખાડીને પછીથી વીખરાઈ જાય છે.
“જીવન્મુક્ત દશામાં અઘાતી કર્મ ભેગવવાં બાકી રહે છે. વીતરાગદશા તે જ જીવન્મુક્તદશા છે. નિકાચિત અને અનિકાચિત બને પ્રકારનાં ઘાતી કર્મોને સમયે સમયે ગુણના આચ્છાદનરૂપ ભેગા થાય છે. અઘાતી કર્મોનો તીવ્ર દઢ ઉદય તે જ પ્રારબ્ધ છે. બન્ને પ્રકારનાં ઘાતી કર્મ અંતમુહૂર્તમાં ક્ષય પામે છે. કાચી બે ઘડીમાં ઘાતી કર્મના ઉત્કૃષ્ટ ધ્યાનથી નાશ થાય છે. જ્ઞાન-ધ્યાન આગળ ઘાતી કર્મનું બિલકુલ
For Private And Personal Use Only