________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
અધ્યામ મહાવીર જેર ચાલતું નથી. કોટિભવનાં ઘાતી કર્મોને કાચી બે ઘડીમાં નાશ થાય છે. ઘાતકર્મની કેટલીક પ્રવૃતિઓને સ્વપ્નમાં દેખાતા દશ્યની પેઠે પ્રદેશદય થાય છે. શરીર દ્વારા કર્મને પ્રદેશેાદય થતો નથી. મનથકી સૂક્ષ્મપણે પ્રદેશદય અવ્યક્ત, સ્વપ્નપરિણામની પેઠે કેટલીક પ્રવૃતિઓને થાય છે. કેટલીક પ્રકૃતિઓ મનમાં કોઈ જાતનો શુભાશુભ પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય રસહીન થઈને એકદમ નષ્ટ થઈ જાય છે.
“જેમ જેમ કર્મપ્રકૃતિઓ ટળે છે તેમ તેમ આત્માના: ગુણે ખીલે છે. જે જે ગુણે પ્રકટે એટલે તે ઉપરથી જાણવું કે તે તે કર્મો ખર્યા. આત્માની શ્રદ્ધા થાય એટલે સમજવું કે મિથ્યાત્વમેહનીય ટળ્યું કે ઉપશમ્યું. દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા એવી શુદ્ધ થાય કે પછીથી કદાપિ શંકા અથવા વિભ્રમ ન થાય, તો એવો નિશ્ચય થતાં સમજવું કે શુદ્ધ અને ક્ષાયિક સમ્યકત્વ પ્રગયું. વેદનો વિકાર ન થાય એટલે વેદકર્મ ખર્યું એમ જાણવું. જે જે અંશે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે અંશે જ્ઞાનાવરણ ખયું એમ જાણવું. એમ સર્વ પ્રકારના ગુણોના આવિભાવમાં વિવેકથી જાણ. મનમાં રાગદ્વેષ ન પ્રગટે એટલે વીતરાગ અહંત દશા પ્રગટી એમ નિશ્ચયતઃ જાણ.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ પરિણામના ઉપગથી પ્રવર્તે છે અને મનદ્વારા શુભાશુભ પ્રારબ્ધ કર્મ ભગવે, પરંતુ તે વખતે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થાય તથા શરીર-મન-કર્મમાં તટસ્થ સાક્ષીભાવ રહે એટલે જાણવું કે ગૃહસ્થાશ્રમમાં અગર ત્યાગાશ્રમમાં આત્મા પોતે પરમાત્મરૂપ મહાવીરદેવ બને છે અને ઘાતકર્મને સર્વથા નાશ થયે છે, એમ શતાનીક રાજન ! જાણ. શુભાશુભ પરિણામ વિના આત્મસાક્ષીએ પ્રવર્તવું તે જીવન્મુક્ત પ્રભુ દશા છે.” બંધ અને મોક્ષ :
પ્રભુ મહાવીરદેવે શતાનીકને કહ્યું કે, “અષ્ટ પ્રકારનાં
For Private And Personal Use Only