________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
અધ્યાત્મ મહાવીરૂ વીસ ભેદ છે, આયુષ્યકર્મના ચાર ભેદ છે, નામકર્મના એકસો ત્રણ ભેદ છે, ગોત્રકર્મના બે ભેદ છે અને અંતરાયકર્મના પાંચ ભેદ છે. સર્વ મળીને આઠ કર્મની ઉત્તરપ્રકૃતિના એકસો અઠ્ઠાવન ભેદ છે. છેલ્લા જન્મમાં આઠે કર્મ હોય છે. જ્ઞાન અને ધ્યાનથી કર્મને નાશ થાય છે. આત્માના ગુણપર્યાયનું સ્વરૂપ વિચારતાં આત્માની શુદ્ધિ થાય છે. છેલ્લા જન્મમાં ઘાતી કર્મ અને અઘાતી કર્મ ભગવાય છે તથા ઘાતી અને અઘાતી કર્મને નાશ થાય છે. કેટલાંક કર્મો શરીર દ્વારા ભેગવવા પડે છે અને કેટલાંક કર્મો મનદ્વારા ભેગવવાં પડે છે. મન અને વાણી દ્વારા આત્મા કૃત શુભાશુભ કમેને ભોગવે છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું નિકાચિત કર્મ છે. જ્ઞાન અને ધ્યાનથી જઘન્ય અને મધ્યમ એમ બે પ્રકારનાં નિકાચિત કર્મોનો ક્ષય થાય છે અને તે ભોગવવાં પડતાં નથી. ઘાતી કર્મના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે અને તેને જ્ઞાન, ધ્યાન અને સમાધિના બળથી. નાશ થાય છે. શુભ કર્મોથી શાતા વેદનીય પરિણામને ભેગ થાય છે, અને અશુભ કર્મોના ઉદયથી અશાતા, દુઃખ પરિણતિને ભોગ થાય છે.
“ઘાતી કર્મના નાશથી કેવળજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના નાશથી સર્વજ્ઞતા પ્રગટે છે. દર્શનાવરણીય કર્મના નાશથી અનંત દર્શન પ્રગટે છે. મેહનીય કર્મના નાશથી સંપૂર્ણ નિર્મોહતા–વીતરાગતા પ્રગટે છે. અંતરાય કર્મને નાશથી પાંચ પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ પ્રગટે છે. વેદનીય કર્મના નાશથી આત્મા પોતાના સત્ય પૂર્ણાનંદને અનુભવ કરે છે. આત્મા અનંત સુખને ભોગ કરે છે તેમાં વેદનીય કર્મના નાશથી કઈ પ્રકારની બાધા આવતી નથી. આયુષ્ય કર્મના નાશથી જન્મમૃત્યુની કેદમાંથી મુક્તપણે થાય છે
For Private And Personal Use Only