________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. કર્મનું સ્વરૂપ
શતાનીકે પૂછ્યું, “હે પરમેશ્વર મહાવીરદેવ! આ જન્મનાં કરેલાં કર્મો આ જન્મમાં ભગવાતાં હશે કે અન્ય જન્મોમાં? છેલ્લા જન્મમાં કેવળજ્ઞાન પામીને આત્મા પોતે પરમાત્મા બને છે, તે છેલલા ભવમાં પૂર્વના અનેક જન્મોનાં શુભાશુભ કર્મો હિોય છે કે નથી લેતાં? અને જો હોય તો તે નિકાચિત કર્મો હોય છે કે અનિકાચિત કર્મો? નિકાચિત કર્મો શરીરદ્વારા ભગવાય કે મનદ્વારા ભગવાય? નિકાચિત કર્મોને ભોગવ્યા વિના તેને નાશ થાય કે ન થાય ? તેને ખુલાસો કરશે.'
પરમેશ્વર પરબ્રહ્મ મહાવીરદેવે સ્વભક્ત શતાનીક રાજાને કહ્યું કે, “હે શતાનીક! ચરમભવમાં અનેક જન્મનાં શુભાશુભ કર્મો હોય છે. તેમાં કેટલાંક ઘાતી કર્મો હોય છે અને કેટલાક અઘાતી કર્મો હોય છે. ઘાતી અને અઘાતી અને કર્મો નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩) મેહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતી કર્યો છે. જે ગુણોને કર્મો ઘાત કરે છે તે ઘાતી કર્મો છે અને જે ગુણોનો ઘાત કરતાં નથી તે અઘાતી કર્મો છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મો અઘાતી કર્મો છે. મનુષ્ય જીવનના કેટલા સમય પર્યત અઘાતી કર્મો ભેગવવાં પડે છે.
જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ છે, દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે, વેદનીય કર્મના બે ભેદ છે, મેહનીય કર્મના અડ્ડ
For Private And Personal Use Only