________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦ આહાર-વિહારમાં અસંયમથી થતી હાનિ
“અત્યંત આહાર કરવાથી અને અત્યંત વિહાર કરવાથી આયુષ્યના દલિકને એકદમ ઘણે વ્યય થાય છે. આહાર અને વિહારમાં નિયમિત રહેવાથી આયુષ્ય નિયમિત રહે છે.
વિષભક્ષણથી આયુષ્યને ઘાત થાય છે. વિષમય પદાર્થોનું જ્ઞાન કરવું. આહારમાં વિષપ્રયોગ ન થાય તે માટે સાવચેતીથી વર્તવું. સર્પાદિ વિષધર પ્રાણુઓના દંશથી આયુષ્યને ઘાત થાય છે. સર્પાદિકથી સાવચેત રહેવું.
વૃક્ષ પરથી પડવાથી આયુષ્યને ઘાત થાય છે. ગિરિ– પતનથી આયુષ્યને ઘાત થાય છે. ગુસ્સા (કોપ) વગેરે કારણોથી જેઓ વૃક્ષ અગર પર્વત પર ચઢીને મરે છે તથા સમુદ્ર, નદી, સરોવર, કુવા વગેરેમાં પડીને મરે છે તેઓ અકાળે આયુષ્યને ઘાત કરે છે. જીભ કચરીને જેઓ મરે છે. અથવા પેટમાં તલવાર કે કટારી મારીને જેઓ મરે છે તેઓ અકાળે આયુષ્યનો ઘાત કરે છે. જેઓ પ્રિયજનના મરણથી ચિતામાં કૂદી પડીને મરે છે તેઓ અકાળે આયુષ્યને ઘાત કરે છે. પિતાના હાથે પ્રાણને જાણે જઈને નાશ કરવો તે અકાળમરણ છે. મહામારી જેવા રોગોથી અને દૈવી રોગની વિકુર્વણાના ચોગે તેવા રોગોના આક્રમણથી અકાળે મરણ થાય છે. વૈરી. દેવો અને દેવીઓના શક્તિપ્રગથી આયુષ્યને ઘાત થાય છે. મંત્રાદિ દુષ્ટ પ્રયોગથી આયુષ્યને ઘાત થાય છે. રોગકારક હવા અને જળ જ્યાં હોય ત્યા જ્યાં હવા અને જળ દૂષિત થયાં હોય ત્યાંથી દૂર રહેવું અગર તેના સામા ઔષધિ વગેરેના ઉપાય લેવા.
ન પચે એ આહાર તથા અધિક માત્રાવાળો આહાર લેવાથી શરીરમાં રોગને પ્રાદુર્ભાવ થાય છે. સ્વચ્છ હવા નહીં લેવાથી શરીરમાં રોગને પ્રાદુર્ભાવ થાય છે. સૂકી હવા અને
For Private And Personal Use Only