________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સેપક્રમતા-નિરુપમતા
૩૧૯ પામે છે.
શ્વાસેરછવાસ અને પ્રાણેને પણ નિધ ન કરવો. હઠયોગમાં પ્રાણને બ્રહ્મરધ્ધમાં રોધ થાય છે. તેથી આયુષ્ય ઘટતું નથી. મર્મસ્થાનમાં ઘા વગેરે લાગવાથી આયુષ્યને નાશ થાય છે. માટે મર્મસ્થાનેનું જેમ બને તેમ રક્ષણ કરવું. મર્મ– સ્થાનમાં આત્માના પ્રદેશ અને પ્રાણશક્તિ વિશેષ પ્રમાણમાં રહે છે. અત્યંત વાયુના પ્રકોપથી આયુષ્યને ઉપઘાત થાય છે. મનુ જે પદ્માસનાદિ આસનોને કરે છે તે તેથી અત્યંત વાયુના પ્રકોપથી બચી જાય છે. અત્યંત વાયુ પ્રકોપ કરનારી વસ્તુઓનું ભક્ષણ ન કરવું. શરીરને અત્યંત શીત લાગવાથી અને તેને ઉપાય નહીં કરવાથી આયુષ્યને નાશ થાય છે. અત્યંત શીતથી શરીરનું રક્ષણ કરવું. અતિ ઉષ્ણતાથી શરીર, પ્રાણુ અને આયુષ્યને નાશ થાય છે, તેથી અત્યંત ઉષ્ણતાથી શરીરને બચાવ કરે. અત્યંત ગરમી કરનારા પદાર્થોનું ભક્ષણ કરવું નહીં તેમ અત્યંત શીતને પ્રકેપ કરનારા પદાર્થોનું પણ ભક્ષણ ન કરવું. અત્યંત પિત્ત પ્રકોપ કરનારા પદાર્થોનું -ભક્ષણ ન કરવું. અત્યંત પિતપ્રકોપથી આયુષ્યને નાશ થાય
છે તથા ઉન્મત્તપણું આવે છે. અત્યંત વાયુના પ્રકોપથી પણ ઉન્મત્તપણું પ્રગટે છે. તેથી હે શતાનીક ! તું સર્વ લોકોને આહારવિહારનું જ્ઞાન મળે એ બંદોબસ્ત કર. અત્યંત કફના પ્રકોપથી આયુષ્ય, પ્રાણ અને શરીરનો નાશ થાય છે. કફ કરનારા પદાર્થોના આહારથી મુક્ત રહેવું. એના અત્યંત ઉદ્રેકથી પ્રાણનો રોધ થાય છે અને અત્યંત મૂંઝવણ થાય છે. આત્મજ્ઞાનીઓ વાયુ, પિત્ત અને કફ કરનારા પદાર્થોનું મા, બાપ કે ગુરુ પાસેથી જ્ઞાન મેળવે છે, જેથી તેઓ દીર્ઘકાલપર્યત જીવવાની શક્તિને પામે છે. કસરત અને વિધિપૂર્વક પ્રાણાયામ કરીને દેહ અને વીર્યનું રક્ષણ કરવું તેમ જ બ્રહ્મચર્યથી -યુક્ત રહેવું એ આયુષ્યની નિયમિતતાને મુખ્ય ઉપાય છે.”
For Private And Personal Use Only