________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સેપકમતા-નિરુપકમતા
૩૨૧. વનસ્પતિને સમૂહમાંથી પ્રગટતી હવાથી શરીરનું આરોગ્ય સુધરે છે. મનુષ્યના મુખમાંથી જ્યારે શ્વાસોચ્છવાસ નીકળે છે ત્યારે શ્વાસોચ્છાસદ્વારા જંતુઓ પણ બહાર નીકળે છે. માટે મનુષ્યોની વસ્તી ન હોય અને ઉદ્યાન, જંગલ કે રણ હોય. ત્યાંની હવા ગ્રહણ કરવી.
ગાયનું, બકરીનું દૂધ રોગનિવારક છે. શરીરના આરોગ્યથી મનનું આરોગ્ય પ્રવર્તે છે. વાઋષભનારા સંઘયણથી દીર્ઘકાલપર્યત આયુષ્ય ટકે છે. ઔષધિ, પારદાદિના ક૫થી શરીરનું યૌવન કાયમ રહે છે અને લાંબા કાળ સુધી આયુષ્ય ટકે છે. જે જે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આયુષ્યઘાતક હેતઓ હોય તેથી ભવ્ય લોકોએ દર રહેવું. મનુષ્ય શરીર વારંવાર મળતું નથી. દશ દધ્યાત દુર્લભ એ. મનુષ્યભવ પામીને અને શરીરનું આરોગ્યબળ સાચવીને આત્મધર્મ પ્રગટાવવાની જરૂર છે. બાલ્યાવસ્થાથી મનુષ્ય બ્રહ્મચર્ય— પાલનથી વીર્યની રક્ષા કરીને ઊર્ધ્વરેતા બને, તો તેઓ દીઘ_ કાળપર્યત શરીરને ધારણ કરી શકે છે. માતાપિતાનાં શરીર જેવાં સંતાને શરીર બને છે. પિતાની સંતતિને દીર્ઘકાલીન આયુષ્ય સમર્પવું તે જ્ઞાની અને સમજદાર માબાપ અને ગુરુઓના હાથમાં છે.
રાજ્યલક્ષમીના વારસા કરતાં વીર્યરક્ષાની કેળવણીના કર્મને વારસે અનંતગુણે ઉત્તમ છે. શરીરમાં વીર્યનું સંરક્ષણ થવાથી ગની સિદ્ધિ થાય છે. માબાપે પુત્રોનાં અને પુત્રીઓનાં શરીરનું આરોગ્ય વધે એવું શિક્ષણ આપવું તેમ જ તેમને આયુષ્યને ઘાત થનારા હેતુઓનું શિક્ષણ પણ આપવું. આયુષ્યના ઘાતથી બચવાના ઉપાયાનું શિક્ષણ આચારમાં ઉતારવું અને એ પ્રમાણે પ્રવર્તવું તે જૈનધર્મ છે, અને એ પ્રમાણે પ્રવર્તનાર જેને છે. તેઓ દુનિયાદારીમાં અને ધર્મ-કર્મ કરવામાં બળવંત
૨૧
For Private And Personal Use Only