________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક
આયુષ્યની સેયમતા-નિરૂપકમતા
૩૧૭ કામ, ક્રોધ, માન, માયા, લોભ, વૈર, કલેશ, ભય, શેક, ઈર્ષા વગેરેના જુસ્સાને મનમાં પ્રગટવાને અવકાશ આપતા નથી. તેથી તેઓ આયુષ્યકર્મનાં દલિકોને અનુક્રમે નિયમપૂર્વક ખેરવી શકે છે. મારા ભક્તો મનમાં કષાયોને પ્રકટવા દેતા નથી. જ્ઞાની ભક્તો જાણે છે કે આત્માને ભય નથી, ખેદ નથી, દ્વેષ વગેરે મેહની પ્રકૃતિઓ નથી. ભય અને શેક વગેરેના આવિર્ભાવનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન તે તેઓને હેતું નથી. તેથી આત્મજ્ઞાનના બળવડે જ્ઞાની અને ગીઓ જે આયુષ્ય પર ઘાત થવા ન દે તે લાંબા કાળ સુધી જીવી શકે છે અને વિશ્વના છે પર ઉપકાર કરી શકે છે.
આત્મજ્ઞાનીઓને મરણ અને જીવન પર સમભાવ વતે છે. તેથી તેઓ પૂર્ણાનંદરૂપ પરમાત્માને પામે છે. શારીરિક આઘાતથી આયુષ્ય ઘટે છે, તેના કરતાં માનસિક આઘાતથી એકદમ આયુષ્યને નાશ થાય છે. શરીર અને મનને ઘણે નિકટને સંબંધ છે. તે જ રીતે મનને અને આત્માને પણ અત્યંત નિકટને સંબંધ છે. શરીર અને આત્માને પણ ઘણો નિકટનો સંબંધ છે. કર્મો અને મનને ઘણે નિકટને સંબંધ છે. મન પર ક્રોધાદિકના આવેશની અસર થતાં તરત કાયા અને કર્મ પર અસર થાય છે. કાયા પર અસર થતાં મન પર કઈ પણ બાબતની તારના વેગ કરતાં પણ ઘણી જલદીથી અસર. થાય છે. અજ્ઞ મનુષ્યોને ભય, શેકાદિકની ઘણી અસર થાય છે અને તેઓ ઉપક્રમપ્રયોગે શરીરને વહેલા ત્યજી દે છે.
“જેના મન પર કષાયોની અસર થતી નથી તેનું શરીર, આરોગ્યવાળું રહે છે અને તે દીર્ઘકાળ સુધી જીવી શકે છે, હૃદયમાં જેઓને રાગ, દ્વેષ, ભય, શેકાદિકથી મહા ધ્રાસકો પડતો નથી તેઓ આ ભવના અગર પૂર્વ ભવના બનેલા આત્મજ્ઞાનીઓ અને યોગીઓ છે શુભાશુભ વિચારેથી ક્રિયાઓમાં પ્રવર્તતા શભાશુભ પરિણામોથી શરીરની અને આયુષ્યની ઉત્પત્તિ છે.
For Private And Personal Use Only