________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
અધ્યાત્મ મહાવીર બ્રાહ્મણના આયુષ્યને તરત ઘાત થયે. વરી એકદમ વિરથી મારી નાખશે એ પ્રાસકે પડતાં આયુષ્યને નાશ થાય છે.
“રાગને અગર ભયને મહા ધ્રાસકે એકદમ પડે છે, તે તેથી આયુષ્યરૂપ જીવનદોરીને તરત નાશ થાય છે. હદની બહાર અત્યંત મહેનત કરવાથી આયુષ્યનો નાશ થાય છે. શરીરમાં રહેલાં મર્મસ્થાનમાં આઘાત થવાથી આયુષ્યને નાશ થાય છે. મનમાં થતા રાગદ્વેષના આઘાતથી આયુષ્યને ઘાત થાય છે. તેવા આઘાતોને રોકવા માટે આત્મજ્ઞાન પ્રગટાવવું જોઈએ.” આત્મજ્ઞાનીને કષાયરૂપ ઉપકમોને અભાવઃ
“આત્મજ્ઞાનના બળથી મન પર રાગદ્વેષની અસર થતી નથી. આત્મજ્ઞાનથી ભય, શેક વગેરેના આવેગો પ્રગટતા નથી. આત્મા જ્યારે સર્વ પ્રકારના શુભાશુભ ભાવને કહિપત અને મિથ્યા જાણે છે, ત્યારે રાગદ્વેષાદિકનું જે જે કારણોથી ઉત્થાન થાય છે તે તે હેતુઓને તે સમભાવે દેખે છે. આત્મજ્ઞાનીને રાગ અને દ્વેષની અસર થતી નથી. આત્મજ્ઞાની સ્વાધિકારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ધર્મનાં કર્તવ્યકર્મોને કરે છે, પણ અંતરથી તે નિર્લેપ રહે છે. તેથી તેના હૃદયને રાગ, દ્વેષ, શેક કે ભયના ઉપઘાતોની અસર થતી નથી. જ્યારે મનમાં શુભાશુભ કલ્પના પ્રગટતી નથી ત્યારે આયુષ્યકર્મનાં દલિકે નિયમસર ખરે છે. ઈશ્વરી અવતારે પિતાને જ્યાં સુધી શરીરમાં રહેવાની જરૂર હોય છે ત્યાં સુધી શરીરમાં રહે છે, પશ્ચાત્ શરીરનો ત્યાગ કરે છે. તેથી તેઓની બાબતમાં આયુષ્ય સંબંધી કાંઈપણ વિચાર કરવાનું રહેતું નથી.
“જેના મનમાં અત્યંત રાગદ્વેષના ઉછાળા પ્રગટે છે. તે વિશ્વમાં લાંબા કાર સુધી જીવવાનું ધારે તો પણ તેનાથી જીવી શકાતું નથી. આયુષ્ય લાંબા કાળ સુધી ધારણ કરવાની જેઓની ઈચ્છા વતે છે તેઓ આત્મજ્ઞાનને પામે છે અને
For Private And Personal Use Only