________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧પ
આયુષ્યના સોપકમતા-નિરુપક્રમતા આત્મા નથી. જે હાડકાં બળે છે તે આત્મા નથી. આત્માથી દેહ ભિન્ન છે. તેના નાશથી મારા આત્માને નાશ થતો નથી. ચાર ભૂતનું શરીર બન્યું છે અને ચાર ભૂતરૂપ પુદગલપર્યાયમાં તે પાછું સમાઈ જાય છે. ચાર ભૂતથી આભાને નાશ થતો નથી, માટે શરીર પર નકામી મમતા રાખવાની જરૂર નથી. ગમે ત્યારે વહેલો મોડો શરીરને નાશ થયા વિના રહેવાને નથી. મારે શરીરની જરૂર નથી. તેથી તેનો સૌમિલ બ્રાહ્મણ નાશ. કરે તો ભલે કરે. સોમિલ બ્રાહ્મણ મારા આત્માનું અશુભ કરવાને સમર્થ નથી. સોમિલ બ્રાહ્મણ પર કોધ કરવાની કંઈ જરૂર નથી. મારે જે શરીરનો બચાવ કરે હોય તો કરી શકું તેમ છું, તેમાં મિલ બ્રાહ્મણનું કાંઈ ચાલી શકે તેમ નથી. મારે શરીર-રક્ષાની ઈચ્છા નથી. તો પશ્ચાત સમિલ બ્રાહ્મણ તેના નાશ માટે તેની વૃત્તિ અનુસારે કંઈ કરે તેમાં મને રાગ વા દ્વેષ કરવાની જરૂર નથી. એમ ભાવના ભાવતાં ગજસુકુમાલ શુકલ ધ્યાનને પામ્યા. તેમણે આત્મામાં મન સ્થિર કર્યું અને શુકલ ધ્યાનથી અનેક ભવનાં બાંધેલાં શુભાશુભ કર્મ ખેરવી દઈ વીતરાગ થયા અને કેવળજ્ઞાની થઈ, શરીર છાંડી મુક્તિપદને પામ્યા. : “ દ્વારિકા નગરીમાંથી નીકળી શ્રીકૃષ્ણ ભાવથી નેમિનાથ તીર્થકરને વાંદવા ગયા. તેમણે ગજસુકુમાલના સુખસમાચાર પૂછયા. નેમિનાથ પ્રભુએ કહ્યું કે ગજસુકુમાલ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા અને સોમિલે શરીરનો નાશ કર્યો. છેવટે ગજસુકુમાલ અંતકૃત કેવળજ્ઞાની બની મુક્તિ પદને પામ્યા છે.
અંતરાત્મા કૃષ્ણ શકાતુર થયા. તે દ્વારિકા નગરીમાં આવતા હતા ત્યારે દ્વારિકા નગરીના દરવાજા પાસે સૌમિલ બ્રાહ્મણ મળે. કૃષ્ણ વાસુદેવને દેખતાં સમિલના મનમાં ભયને અત્યંત ધ્રાસકો પડ્યો અને તેથી તેની છાતી ફાટી ગઈ. સમિલ
For Private And Personal Use Only