________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર
અધ્યાત્મ મહાવીર છે અને આયુષ્યને અકાળે નાશ કરે છે. અત્યંત કામરાગથી પુરુષે અને સ્ત્રીઓ દેહ અને વીર્યની રક્ષા કરી શકતાં નથી. અત્યંત મૈથુનથી આયુષ્યને નાશ થાય છે. જડ વસ્તુઓની અત્યંત આસક્તિથી આયુષ્યને નાશ થાય છે. આયુષ્યનાં દલિકે ઘણું વર્ષ સુધી ભેગવવાનાં હોય, પરંતુ અત્યંત કામરાગના આઘાતથી તે અ૯૫ કાળમાં વેદાય છે. અત્યંત કામાસક્તિથી શરીરમાં ક્ષય રોગ પ્રગટે છે. જે પદાર્થો પર રાગ પ્રગટે છે તે જ પદાર્થોના વિયોગથી અત્યંત શોક અને ચિંતા પ્રગટે છે. અત્યંત શોક અને ચિંતાથી આયુષ્યનાં દલિકને ઘાત થાય છે. સળગેલી ચિતાના સમાન ચિંતા શોકાગ્નિ છે. અત્યંત શેક અને ચિંતાથી શરીર બગડે છે, વીર્ય અને રક્તનો નાશ થાય છે, ગાંડપણ આવે છે અને આયુષ્યનો ક્ષય થાય છે. અત્યંત શેકથી બુદ્ધિમાં મંદતા આવે છે.
અત્યંત ક્રોધથી હાથપગ ધ્રુજે છે. ક્રોધના અત્યંત આવેશથી આયુષ્યને એકદમ નાશ થાય છે. ક્રોધનો અત્યંત - જુસ્સો પ્રગટો હોય તે વખતે મગજની નસો પર આઘાત થાય છે અને આયુષ્યનાં દલિકે એકદમ વિશેષ ખરી જાય છે. ક્રોધના જુસ્સાથી શરીર ઊકળી જાય છે. ક્રોધના અત્યંત આવેશથી શરીરની તબિયત બગડે છે. ઝાડે પણ કોઈને સાફ ઊતરતો નથી, તેથી શારીરિક રોગો પ્રગટે છે. અત્યંત ક્રોધના આવેશથી હદય એકદમ ફાટી જાય છે અને ન કરવાનાં કાર્યો કરાતાં અન્ય લોકોને હાનિ પહોંચાડી શકાય છે. અત્યંત ક્રોધના આવેશ વખતે શાંતિનાં કાર્યો ન કરવાં તથા સ્ત્રીઓએ બાળકોને ન ધવરાવવાં. અત્યંત ક્રોધના આવેશથી દુગ્ધમાં વિશ્વની અસર દાખવી થાય છે.
અત્યંત અહંકારથી આયુષ્યને જવાદી નાશ થાય છે. અત્યંત અહંકારથી મન અને શરીરને હાનિ થાય છે. અત્યંત હૈષના જુસ્સાથી આયુષ્યને અને શારીરિક બળને નાશ થાય છે.
For Private And Personal Use Only