________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
મૃત્યુ પછીનું જીવન રહેતા નથી. દેહાધ્યાસ નષ્ટ થતાં શરીર પર મમતા રહેતી નથી. શરીર પર થતા મેહભાવ દૂર કરે એટલે તમે પોતાનામાં પરમાત્મસ્વરૂપ અનુભવશો અને સર્વ પ્રકારના શેકથી રહિત થશે.
દેવયાન, દેવદાસ, સુદાસ કુસ વગેરેને પિતાના કુટુંબીએ મૃત્યુ પામતાં ઘણે શેક થયે હતે. તે શેકનું શતદ્રુ ઋષિએ નિવારણ કર્યું હતું. શ્રી નેમિનાથ તીર્થકરના શાસનમાં શંખ ઋષિ થયા. તેના શિષ્ય શતદ્રુએ દેવયાન વગેરેને શેક દૂર કર્યો હતો.
સગરના સાઠ હજાર પુત્રો એકી વખતે બળીને ભસ્મીભૂત થયા હતા. તેથી સગર ચક્રવર્તીને અત્યંત શક થયે હતો. તેથી ઈન્દ્ર ઋષિનું રૂપ ધારણ કરી સગર ચકવતીને વૈરાગ્યને બોધ ઓ અને આત્મજ્ઞાનને બોધ આપી તેનો શેક દૂર કર્યો.
“શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવાએ સમવસરણમાં કેવળજ્ઞાની થઈ દેહ છોડ્યો. તેથી ભારત રાજાને અપાર શોક થયે. ત્યારે પ્રભુ ઋષભદેવે ભરતને સંસારની અનિત્યતા સમજાવી અને આત્માની સાથે આત્માનું મિલન છે એમ જણાવ્યું. આત્મામાં જ સુખ છે, શેક વગેરે મનમાં પ્રગટતી મોહની પ્રકૃતિઓ છે, આભાના અજ્ઞાનથી શેક થાય છે, ઈત્યાદિ બેધ આપી ભરત રાજાને શેક ટાળે.
“હે કુલપતિ અને તપસ્વીઓ! આત્મજ્ઞાનદષ્ટિથી વિચારતાં શોક રહેતો નથી. જેની સાથે આત્મિક પ્રેમ છે તે વસ્તુતઃ તેના શરીર પર ધારેલાં વસ્ત્રો પર નથી. જે આત્માની સાથે પ્રેમ છે તે તેના દેહરૂપ વસ્ત્ર સાથે નથી. આત્મા પિતે દેહરૂપ વસ્ત્રને વારંવાર બદલ્યા કરે તેથી દેહરૂપ વસ્ત્રના અદલાબદલીથી શેક શા માટે કરે જોઈએ? જ્ઞાનીને શોક નથી, કારણ કે તે દેહને વસ્ત્રની પેઠે માને છે.
હે તપસ્વીઓ તમે અગ્નિવૈશાખ ઋષિના દેહત્યાગથી જે
For Private And Personal Use Only