________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
અધ્યાત્મ મહાવીર હવે કોને શેક કરવો જોઈએ? અલબત્ત, કેઈને શક ન કરવો જોઈએ. વિશ્વમાં એકે એ પરમાણુ નથી કે જેને આત્માએ શરીર આદિ રૂપે ખપમાં ન લીધે હોય. અગ્નિવૈશાખને આત્મા પરમાત્મા બન્યા તેથી તમે સર્વે મહાત્માઓ આનંદ પામે. સત્તાએ તમારો તથા અગ્નિશાખ વગેરે સર્વ ને આત્મા એક છે. તેથી સત્તામાં તમારા આત્મરૂપ તેમને દેખે એટલે તમારાથી અગ્નિવૈશાખ ઋષિ એકાત્મરૂપ અનુભવાશે અને શેકનું આવરણ તરત ટળશે.
“મનુષ્ય શરીરથી અમર રહેવું તે અમરપણું નથી. આત્માને અમર દેખો અને જડ શરીરને જડપણે દેખો. સર્વ વિશ્વને આત્મભાવે દેખે અને આત્મપયોગી બને. જડ દ્વારા મનમાં સમજાતું સુખ અને દુઃખ વસ્તુતઃ સત્ય નથી.
“હે કુલપતિ! તમે તમારામાં પરમાત્મસ્વરૂપને દેખે. નામ અને રૂપની પેલી પાર આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધાત્મસ્વરૂપમાં રાગાદિ કષાયો નથી, મનસૃષ્ટિને વ્યાપાર નથી. હસવું, શેક કરવો, રડવું એ આભાને ધર્મ નથી. પાંચ જ્ઞાને ન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એ દશ ઇંદ્રિરૂપી દશરથ છે. તે રથમાં બેસી આત્માએ આત્મસ્વરૂપ પ્રતિ પ્રયાણ કરવું. ઇંદ્રિયો દ્વારા પરોપકાર કરવાની જરૂર છે. અનંત શરીરને ગ્રહણ કરનાર અને તેઓનો ત્યાગ કરનાર આભા છે. સત્તાએ આત્મા પરબ્રહ્મ પૂર્ણ સર્વ શક્તિમાન છે. તે જ આત્મા આવ-રણને ટાળી વ્યક્તિભાવે પૂર્ણ શક્તિમાન પ્રકાશક બને છે.
હે તપસ્વીઓ! તમે હવે કોનો શેક કરશો? આત્મા અને દેહ બન્નેમાંથી એક પણ શેક કરવા લાયક નથી. દેહમાં રહ્યા છતાં દેહના મમવથી રહિત થાઓ. નિરાસક્તિથી સર્વ કર્તવ્યકર્મો કરે. જેઓ શુભાશુભ કલ્પનાથી વિશ્વમાં બંધાતા નથી તેઓને હર્ષ, શેક ક્રોધ, માન, માયા, લોભ વગેરે દેશે
For Private And Personal Use Only