________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અધ્યાત્મ મહાવીર આત્મા તે જ પિતાના પૂર્ણ શુદ્ધ સ્પરૂપમાં પરિણમે છે ત્યારે તેને પરમાત્મા જાણો, આત્માની બહાર અન્ય કશું કંઈ આનંદ કે જ્ઞાનતત્ત્વ નથી. વાદળથી સૂર્ય આચ્છાદિત થાય છે એમ જણાય છે, પરંતુ વસ્તુતઃ તે આચ્છાદિત થતો નથી. તેમ આત્મા પણ શુદ્ધ નિશ્ચયનયથી અબંધ, નિલેપ, અનંત જ્ઞાનરૂપ, જ્યોતિ સ્વરૂપ છે. આત્માની બહાર જે જે ધર્મો દર્શાવ્યા છે તે સર્વે કલ્પિત, ઔપચારિક, અસદ્દભૂત છે, એમ શુદ્ધ નિશ્ચય શુદ્ધોપયોગે જાણ અને આત્મામાં અનંત રસથી પરિણામ પામ. આત્માનું શુદ્ધ પરિણામો પગે ગમનાગમન નથી. જે ગમનાગમન છે તે જડ પુદ્ગલપર્યાયરૂપ પ્રકૃતિનું છે. પુદ્ગલના ગમનાગમનને આત્મામાં આપ ન કર. ત્રણે કાળમાં આત્મા નિત્ય છે. તેને કાળ ખાતો નથી. કાળ પણ આભાધીન છે. આત્મા અકાળ છે. આત્માની આજ્ઞા પ્રમાણે કાળ વર્તે છે. કાળનું જ્ઞાન કરનાર આત્મા છે, પણ આત્માનું જ્ઞાન કરનાર કાળ નથી. કાળની ગતિને માપક આત્મા છે. કાળ પણ વસ્તુતઃ દ્રવ્ય નથી, કાળ વસ્તુતઃ પદાર્થ નથી—એમ જાણી આત્માના સ્વરૂપમાં લયલીન બન.
અનાદિકાળથી સર્વ જડ વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. તેમાં આત્મા નથી. આત્મા વિના અન્યને ન દેખ. હું છું તે આત્મા છું. આત્મા સર્વ વીરેને વીર મહાવીર પરબ્રહ્મ છે. તેના વિના અન્ય કશું કંઈ સારભૂત નથી. આત્માને આત્મદષ્ટિથી દેખ અને આત્મામાં પરિણામ પામ. મનમાં થતા સર્વ સંકલ્પવિકલ્પોનો ત્યાગ કર. આત્મામાં મન લગાડી દે અને આત્મામાં ભાવ મનને સમાવી દે.” અગ્નિવૈશાખને કેવળજ્ઞાન :
એ પ્રમાણે પ્રભુ મહાવીરદેવે આત્મસમાધિને ઉપદેશ દીધે. તે શ્રવણ કરીને અગ્નિવૈશાખ આભ માં લયલીન થઈ ગયા. મહા ઘરમાં ઘેર નિદ્રામાં જેમ કોઈ પડે અને તેને બાહ્ય
For Private And Personal Use Only