________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
“દુનિયાદારી ભૂલી જવી. સર્વ જાતના વ્યાવહારિક સંબંધોમાં થી મનને ખેંચીને આત્મામાં વાળવું. દુનિયાની કોઈ ચીજ પર મેહ ન ધરે. સાંસારિક બાબતોથી મુક્ત થવું. પ્રભુના સ્વરૂપની વાર્તા શ્રવણ કરવી, પરંતુ અન્ય કોઈ વાત શ્રવણ ન કરવી તથા અન્ય કોઈને દેખવાની ઈચ્છા ન કરવી. મરણકાળ જાણી સર્વ જીવોની સાથે થયેલા વૈરવિરોધને મન થકી ખમાવવા. જેઓને દુખી કર્યા હોય તેઓની સાથે ક્ષમાપના કરવો. સર્વ પ્રકારના ભયથી મુક્ત થવું. સર્વ પ્રકારના બાહ્ય સંગમાં નિઃસંગ ઉપયોગ રાખવો. સર્વ પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત થવું. દુનિયામાં મન ન જોડવું, પરંતુ આત્માની સાથે મનને જોડવું. ધન વગેરેને વિવેકપુરસર ઘટતો સદુપયોગ કરો. જ્ઞાની મહાત્માઓને વિનંતિ કરી બેલાવી તેઓની પાસે શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ શ્રવણ કરવું. સર્વ પ્રકારનાં પાપકર્મોને પશ્ચાત્તાપ કરે. “અરે, હું ક્યાં જઈશ” એવા અશુભ શંકાશીલ વિચારને દૂર કરવા. શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરમાં મનને જોડી દેવું. શરીરાદિને અંતરથી ત્યાગ કરે. આત્માને આત્મસ્વરૂપે ભાવે.
સત્ય વૈરાગ્યથી જડ વસ્તુઓની અનિત્યતા ભાવવી. કોઈપણ જડ વસ્તુમાં રાગ અને દ્વેષ ન ધારો. વૈરીઓ પર વૈરભાવ ન રાખ, પરંતુ આત્મભાવ ધારણ કર. ને મારું એવી મને હવૃત્તિને દૂર કરવી અને આત્મામાં પૂર્ણ શ્રદ્ધાભાવ ધારણ કરો. રણમાં દ્ધ જેમ શાસ્ત્રના ઘાને સહન કરે છે તેમ પ્રાણ વગેરે છૂટતાં થનાર દુઃખને સહવું. મારું સ્મરણ અંતરમાં કર્યા કરવું, જેથી અંતે સમાધિમરણ થાય છે.
“હે અગ્નિવૈશાખ ! આત્મા તું છે, આત્મામાં શુકલધ્યાને પરિણામ પામ. આત્મા અરૂપી છે. નિરંજન નિરાકાર અનંત
તિસ્વરૂપ તું છે, એવા શુદ્ધોપગે વર્ત. શુદ્ધ નિશ્ચયનયથી આત્મામાં આત્મા પરિણમે છે અને જડ દ્રવ્ય પિતાના જડ સ્વરૂપમાં પરિણમે છે. આત્મા અને પરમાત્મામાં ભેદ નથી.
For Private And Personal Use Only