________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
અધ્યાત્મ મહાવીર
પણ આત્માના સન્મુખ બનીને સદ્ગતિને પામે છે. જેએ નામરૂપની અને કીતિની વાસના તેમ જ વિષયસુખની વાસનાથી. મરેલા છે, પરંતુ આત્મજ્ઞાનથી જીવેલા છે, તેઓ પુનઃ મૃત્યુને પામતા નથી. તેઓ તેા અનત જીવનથી જીવનારા હોય છે. જેઓ પેાતાના આદિ અને અંત દેખતા નથી તેએને મૃત્યુ નથી. આત્મા નિત્ય છે. તેને મૃત્યુ નથી. તેને કોઈ શસ્ત્રાદિકથી નાશ કરવા સમર્થ નથી. પંચભૂતથી આત્માના નાશ થતા નથી. આત્મા ત્રણે કાળમાં નિત્ય છે, એમ જે નિશ્ચયથી જાણે છે તે દેહ-પ્રાણના મૃત્યુને જાણે છે અને આત્માને અમર દેખી મહાવીરપદને પામે છે.
જે આત્માને સ પુદ્ગલસૃષ્ટિથી સ્વતંત્ર અનુભવે છે તેને મૃત્યુવખતે કેાઈ પરતંત્ર કરવા શક્તિમાન થતું નથી. તેથી તે દેહ-પ્રાણના ત્યાગ કરીને સર્વ પ્રકારના કથી રહિત થઈ સ્વતંત્ર, શુદ્ધ, નિર્ભય અને છે. જે શુદ્ધાત્મપરિણતિએ વર્ત છે તેને મૃત્યુવખતે કના ભય રહેતો નથી. આત્માને અન્ય કોઈ ભય આપવા સમર્થ નથી. આત્માના અન્ય કોઈ શત્રુ નથી—એવે જે મૃત્યુકાળે દૃઢ ઉપયાગ રાખે છે અને મારુ સ્મરણ કરે છે તેનું નિર્ભીય મૃત્યુ જાણવુ.. આત્મામાં પૂર્ણ સુખ છે એવા નિશ્ચયથી જે મરે છે તે આત્મસુખને પામે છે. આત્મા મરતા જ નથી પરંતુ દેહ મરે છે, હું મરા નથી—એવે જેના નિશ્ચય છે તેને અમર આત્મા જાણવા અને તેને દેહ-પ્રાણના નાશથી અમર જાણવા. જે આહારસ'જ્ઞા આદિ સંજ્ઞામાં મૂંઝાતા નથી અને મૃત્યુવખતે સર્વ પુદ્ગલપર્યાયરૂપ સૃષ્ટિમાં સમભાવે વર્તે છે તે શુદ્ધ બ્રહ્મરૂપ શુદ્ધ મહાવીરપદને પામે છે. મારું સ્મરણ કરનારને મરણવખતે મેહમાયાની નડતર રહેતી નથી. મારું શરણ કરનારને છેવટે મરણવખતે પણ સદ્ગતિ થાય છે. એની દુ`તિ થતી નથી. મરણકાળના સમય જાણી અત્યંત સાવધાન થવું.
For Private And Personal Use Only