________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ મહાવીર શાસ્ત્રમેહ વગેરે અનેક રૂપ ધરીને મનમાં મેહ પ્રવેશ કરે છે. મારા જે સત્ય ભક્તો અને જ્ઞાનીઓ હોય છે તે મોહનાં અનેક રૂપોને ઓળખે છે અને તેથી તેઓ મેહના પરિણામને નાશ કરે છે. તે સર્વ પ્રકારના કષાયોનો નાશ કરે છે. ચકવતી, ઈન્દ્ર વગેરેની પણ તેઓ ઇચ્છા કરતા નથી. તેથી મૃત્યુકાળે તેઓ શુદ્ધાત્મમહાવીરપદને પામે છે.” જ્ઞાની-અજ્ઞાનીને ભેદ
“દુનિયાના અજ્ઞાની લેકોએ જે વસ્તુઓમાં શુભાશુભ બુદ્ધિ ધારણ કરી હોય છે ત્યાં જ્ઞાની ભક્તો શુભાશુભ પરિણામની બુદ્ધિને ધારણ કરતા નથી. તેઓને સર્વ વસ્તુઓમાં શુભાશુભત્વ રહેતું નથી. તેથી તેઓ દેહ-પ્રાણ ત્યજતી વેળાએ શુભાશુભ બુદ્ધિથી રહિત થઈ, આત્મામાં મન રાખીને દુનિયાને ત્યાગ કરે છે, દુનિયાને ભૂલે છે. તેથી તેઓ દુનિયામાં શુભાશુભ જન્મ લેતા નથી. એવા જીવન્મુક્ત જ્ઞાનીઓને જીવવા અને મરવા પર સમભાવ વર્તે છે. તેથી તે મુક્ત જ છે.” સમાધિમરણઃ
જેઓ નિષ્કામભાવે સાધુસંતોને દાન આપે છે અને મારું ધ્યાન ધરે છે તેઓ છેવટે મરણકાળે આપયોગી થાય છે, અને મરણ બાદ શુદ્ધાત્મમહાવીરપદને પામે છે. જેઓ મારું શરણ અંગીકાર કરે છે તેઓનું સમાધિમરણ થાય છે. સમાધિમરણમાં રાગદ્વેષના વિકલ્પ–સંકલ્પ રહેતા નથી. સમાધિમરણમાં આત્માનો ઉપયોગ વતે છે અને મારામાં મન રહે છે.” બાળે તથા પંડિત મરણઃ
“મારા જ્ઞાની ભક્ત ગીતાર્થ ત્યાગીઓનું પંડિતમરણ જાણવું. સર્વ ધર્મશાસ્ત્રોનાં રહસ્યોને જેઓ જાણે છે અને મરણકાળે આભાને ધર્મશાસ્ત્રના બેધ પ્રમાણે ભાવે છે તેઓનું પંડિતમરણ જાણવું. જ્ઞાનીઓનું મરણ તે પંડિતમરણું છે અને
For Private And Personal Use Only