________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
અધ્યાત્મ મહાવીર સત્તા ચાલતી નથી. આત્માને બંધનમાં લેવા અન્ય કઈ શક્તિમાન નથી. આત્માને જડ પદાર્થો ઓળખી શકતા નથી. કોઈ પણ જડ પદાર્થથી આત્માને સુખ થયું નથી અને ભવિષ્યમાં કદાપિ થનાર નથી, છતાં મોહી જીવો તેમાં સુખની બુદ્ધિથી મૂંઝાય છે અને મૃત્યુકાળે જડ પદાર્થોમાં મમતા-અહંતાને પરિણામ ધારણ કરીને તેમાં મૂંઝાઈ પાછા તે પદાર્થોના સંબંધમાં આવી જન્મ ધારણ કરે છે.” જ્ઞાની અંતરથી ન્યારા:
“જ્ઞાની ભક્ત મહાત્માઓને મમતા–અહંતા રહેતી નથી. તેઓ પ્રારબ્ધકર્માનુસારે જડ પ્રકૃતિ અર્થાત્ માયાના ખેલમાં પાત્રભૂત બને છે, પણ અંતરથી ન્યારા રહી એ ખેલ ખેલે છે, અને જડ પ્રકૃતિ કે માયામાં આનંદનું બિંદુ પણ નહીં અનુભવતા હોવાથી તે જડમાં મૂંઝાતા નથી. જ્ઞાની ભક્ત લોકોને મૃત્યુ મહત્સવ જેવું છે, કારણ કે તે મૃત્યુરૂપ પર્યાયની પિલી પાર ગમન કરી, સર્વથા મુક્ત થઈ અનંતાનંદમય બને છે.” મૃત્યુનું ક્ષણિકપણું
મારા પર પૂર્ણ વિશ્વાસી મારા ભક્ત તપસ્વી, યેગી, મહાત્માઓને મૃત્યુ તો સ્વપ્ન કરતાં પણ અત્યંત ક્ષણિક લાગે છે. તેઓ આત્માને આત્મરૂપે દેખે છે અને જડને જડરૂપે દેખે છે. તેઓ આત્મામાં પરિણમે છે, તેથી તેઓ જડ મૃત્યુમાં સમભાવે. તટસ્થબુદ્ધિએ વર્તે છે. તેઓ મૃત્યુના પર્યાયને દેખતા નથી. સર્વ દશ્ય પદાર્થોમાં અનાસક્ત હેવાથી તે વિશ્વમાં બંધાતા. નથી. તેઓ પૂર્ણ બ્રહ્મરૂપ શુદ્ધાત્મમહાવીર થાય છે. મૃત્યુથી આત્મા નવીન પર્યાયથી વિભૂષિત થાય છે. જે લોકોએ ઘણું પુણ્યકર્મ કર્યા હોય છે અને મૃત્યુકાળે પણ જે સકામભાવવાળા હોય છે તેઓ મૃત્યુ પામીને સ્વર્ગલેક કે વૈકુંઠમાં ઉત્પન. થાય છે. સકામભાવે પુણ્યકર્મો કર્યા બાદ અંતકાળે જે ભક્તોને નિષ્કામભાવ પ્રગટે છે, તે તેથી તેઓ પુણ્ય-પાપને ક્ષય.
For Private And Personal Use Only