________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૩ તેથી તેને પુનર્જન્મ નથી. તે પુનઃ અહીં આવતો નથી. જે જ્ઞાનીએ શરીરમાં રહ્યા છતાં તેને ભાડાની કોટડી સમાન સમજે છે તે ભાડાની કોટડી પડી જતાં તેમાં મૂંઝાતા નથી. જેને શરીર માં કોઈપણ પ્રકારની વાસના રહી નથી તે પુનઃ શરીરમાં અવતરતો નથી.” નિર્મોહી આત્મા :
આત્માને અને વિશ્વને સંબંધ કરાવનાર તો મનમાં પ્રગટ મોહ છે. મનમાંથી મોહ દૂર કરતાં વિશ્વની સાથે નિર્લેપ ભાસક‘ભાસ્યસંબંધ રહે છે. તેથી મૃત્યુકાળે નિર્મોહી આત્મા કોઈપણ
પ્રકારે મૂંઝાતું નથી. રણમેદાનમાં ઝૂઝતા યોદ્ધા કરતાં મૃત્યુકાળે -જીવન્મુક્ત આત્મજ્ઞાની અનંતગણ ઉપયોગી બને છે. તેથી તેને ઘેરી લેવા મેહ સમર્થ થતો નથી. જીવન્મુક્ત જ્ઞાનીઓને મૃત્યુનું દુઃખ વેદાય છે, તેથી તેઓ છેલ્લા સમયનું દુઃખ વેઠવા છતાં આત્માના સ્વરૂપમાં રહે છે અને મન-કાયાથી દુઃખ ભેગવી લે છે.” મૃત્યુ—એક મહોત્સવ
“જીવન્મુક્ત જ્ઞાનીઓને અવશેષ નિકાચિત અશાતા વેદનીય -મૃત્યુટાણે ભોગવવું પડે છે. તેથી તે કાળે મૃત્યુને મહોત્સવરૂપ ગણે છે. દેહના વિયોગરૂપ મરણકાળે જ્ઞાનીઓ વધારે શૂરા -બને છે. તેઓનું શૌર્ય આત્મામાં હોય છે તેથી તે વખતે એ મન-વાણી-કાયાદ્વારા બાહ્યમાં પ્રકાશિત થતું નથી. પરિણામે જ્ઞાનીઓની પાસે બેસનારા અન્ન લેકો કંઈ તેનું રહસ્ય સમજી શકતા નથી.” -જાતિનું જયોતિમાં મિલન:
આત્મા અનંત સિદ્ધોની અનંત જ્યોતિની સાથે પતિરૂપે મળે છે. તે જ આત્માની સર્વ મુક્તિમાંથી છેવટની મુક્તિ છે, અને જે આત્મારૂપ હું છું તેનું પણ તે જ પરમધામ છે. -જ્યોતિના પંજરૂપ આત્મા છે. તેના પર કોઈ જડ વિશ્વની
For Private And Personal Use Only