________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
અધ્યાત્મ મહાવીર વ્યાપારથી ભિન્ન છે, એમ અગ્નિવૈશાખ ઋષિ ! તું જાણ અને આત્માના શુદ્ધોપગે વર્ત.
“જન્મથી પ્રારંભને જે સર્વ દશ્ય પર્યાયેના સંબંધ થયા છે તે જ્ઞાનીને આત્માની શુદ્ધિમાં નિમિત્તપણે પરિણમે છે. તેથી તે મૃત્યુકાળે તે તેમાં અનંતગુણ નિર્લેપ રહે એ સ્વાભાવિક છે, અને તેથી તે આમે પગમાં પૂર્ણ શૂરો રહે એ પણ સ્વાભાવિક છે.” મૃત્યુ—એક પ્રવેશદ્વાર
જ્ઞાનીઓ મૃત્યુને આ ભવ અને પરભવ વચ્ચેની એક બારી જેવું—એક પર્યાય જેવું ગણે છે. તેથી તેઓ મૃત્યુથી હર્ષ પણ પામતા નથી અને શેક પણ પામતા નથી, છતાં મૃત્યુને ઉપયોગી ગણે છે અને મૃત્યુકાળે તેઓ અત્યંત આમેગી બને છે. મૃત્યુકાળે નાડીઓ વગેરેમાંની પ્રાણ નીકળવાથી મૃત્યુની વેદના થાય છે. તેથી શરીર-ઈન્દ્રિયની ક્ષીણતા થવાથી જ્ઞાનીઓનો ઉપગ તેઓ પોતે અનુભવી શકે છે. દેખનાર તે તેઓના શરીરમાં થતી પીડા, શ્વાસગતિની મંદતા અને શરીરની નિદ્રા જેવી ચેષ્ટને વિકી શકે છે અને આવું જોઈને તેઓ બાહ્ય ચેષ્ટાઓમાં શુભાશુભ મૃત્યુને ઉપચાર કરે છે, તેથી તેઓ જ્ઞાનીઓ ના આત્માની શુદ્ધ પરિણતિને દેખવા સમર્થ થતા નથી.
જ્ઞાની ભક્ત સર્વ જડ પદાર્થોના આધારભૂત છતાં સર્વ જડ પદાર્થોથી નિર્લેપ એવા આકાશની પેઠે આત્માને દેખે છે અને તેવા ઉપગમાં છેવટે ઠરે છે. તેથી તેઓ શુદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. આકાશ ચારે તરફથી ઘેરાયેલું છે, તે સર્વ જડપુદ્ગલ વિશ્વનું આધારભૂત છે, છતાં તેને અન્ય જડ પુદ્ગલ વિશ્વને ત્રણે કાળમાં લેપ લાગતો નથી. તેમ જ્ઞાની ભક્તાત્માને જડ પુગલ પદાર્થોના સંબંધમાં રહ્યા છતાં દેહને વિગ થતાં કામાદિ વાસના અને કષાયોને લેપ લાગતો નથી.
For Private And Personal Use Only