________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુ પછીનું જીવન
૨૯૧
કરીને એ ઘડીમાં નિર્વાણપદ પામે છે. મૃત્યુકાળે જ્ઞાની આત્મા અંતરમાં જે કંઈ ધ્યાન ધરે છે તે ખાદ્ય લક્ષણેાથી અજ્ઞાની લેાકેા જાણી શકતા નથી. મારા ભક્ત નાની મહાત્માએ ગમે તેવા મરણે મરે છે, તેાપણુ છેવટની ઘડીએ મારું' શરણુ અગીકાર કરેલુ' હાવાથી નિર્વાણુ અને મુક્તિને પામે છે. જેએને સંસારમાં મારુંતારું કંઈ નથી તે દેહ છતાં પણ મુક્ત છે, અને દેહપ્રાણના વિયાગરૂપ મૃત્યુ. છતાં પણ મુક્ત છે.
આત્મા અને જડની ભિન્નતા :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને વ, રસ, ગંધ અને સ્પર્શી નથી. પુદ્ગલ પ્રકૃતિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પ છે. શરીરાદિ સર્વે સાકાર પદાર્થોં પુઠૂગલપર્યાયરૂપે છે. પુદ્ગલના સાકાર, સ્થૂલ કે સૂક્ષ્મ સર્વાં વિશ્વમાં આત્માનું કંઇ નથી. પુદ્ગલપર્યાય અનિત્ય છે. પુદ્ગલપર્યાયરૂપ દેહમાં જ્ઞાનીઓને આત્મબુદ્ધિ થતી નથી. તેથી તેઓ મૃત્યુકાળે આકાશવત્ નિર્લેપ રહે છે. દ્રવ્ય મન પણુ પુદ્ગલપર્યાય અર્થાત્ પ્રકૃતિ છે. તેમાં આત્માનું કંઈ પણ નથી. જે જે પદાર્થો આંખે દેખાય છે તે સ જડ છે. પાંચ ઇંદ્રિયાના વિષયા જડ છે. તેમાં આત્માનુ કશુ કાંઈ નથી. આત્માનું મન નથી, વાણી નથી, કાયા નથી અને સ જડ જગતના પર્યાય પણ નથી.
6
આત્મા ત્રણે કાળમાં સર્પ છે, જ્ઞાનરૂપ છે અને આનંદરૂપ છે. પુણ્ય અને પાપ અને પુદ્ગલપર્યાયની પ્રકૃતિ છે તેમાં આત્માના ધર્મ પણ નથી અને આત્માનો અધમ પણ નથી. પાંચ પ્રકારનાં શરીરો પણ પુદ્ગલપર્યાયપ્રકૃતિનાં અનેલાં છે. રાગદ્વેષયુક્ત બુદ્ધિ પણ આત્માની બુદ્ધિ નથી. આત્માના શુદ્ધ જ્ઞાનમાં રાગદ્વેષની પરિણતિની અશુદ્ધતા નથી. મન-વાણીકાયાથી જે જે કરવામાં આવે છે તેમાં આત્માનું કશું કઈ નથી. આત્મા તેા જ્ઞાનાનદરૂપ છે અને તે મન-વાણી-કાયાના
For Private And Personal Use Only