________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર બને છે. બાહ્યના ઉત્તરાયણના સૂર્યને અર્થ ન લેતાં આધ્યાત્મિક ઉત્તરાયણના સૂર્યને અર્થ ગ્રહણ કરે.
આત્માનું મહ પ્રતિ ગમન તે દક્ષિણાયન છે. તે માર્ગ માં વહેતાં આત્મા મુક્ત થતો નથી. આત્માનું આત્મસ્વરૂપે થવું અને સર્વ કષાય તેમ જ વાસનાથી મુક્ત થવું અને જ્ઞાને પગરૂપ સૂર્યમાં રહેવું તે મુક્તિની નિશાની છે. વર્ષનાં સર્વ દિવસ અને રાત્રિઓમાં આત્મા શુદ્ધોપગે વર્તવાથી મુક્તિપદને પામે છે. આત્મા કેવળજ્ઞાનરૂપ સૂર્યને પામી મુક્ત, શુદ્ધ બને છે. મૃત્યુ વખતે જો મૃતરૂપ ચંદ્ર પામે છે તો તે દેવલેકમાં ગમન કરે છે. કેવળજ્ઞાન એ જ સૂર્ય છે અને શ્રુતજ્ઞાન
એ જ ચંદ્ર છે.” કર્મ પ્રમાણે ગતિ:
આત્મા પુણ્યના ઉત્કર્ષથી દેવલોકમાં જાય છે, અત્યંત પાદિયથી નરકોમાં અવતરે છે તથા ધાર્મિક પ્રકૃતિથી પુણ્યપાપની મિત્રતાએ મનુષ્યલોકમાં અવતરે છે. શુભાશુભ કર્મના સંબંધથી આત્માનું ચારે ગતિમાં અવતરવું થાય છે. અવિવેક, અભક્ષ્યભક્ષણ, અશુભ કષાયના યોગથી તે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય પશુ, પંખી, જલચર વગેરેના અવતાર ધારણ કરે છે. અત્યંત અશુભ કર્મકષાયથી નરકગતિમાં અવતાર થાય છે. પ્રાણ અને દેહનો ત્યાગ વખતે જેઓને કોઈપણ પ્રકારની શુભાશુભ વાસના રહેતી નથી તેઓ મુક્તિપદને પામે છે. મરતી વખતે દેહમાંથી પ્રાણ છૂટતાં દુઃખ થાય છે, છતાં જેઓ દેવલોકના અથવા મનુષ્યલોકના સુખની ઈચ્છા રાખતા નથી તથા કઈ પર રાગ યા શ્રેષના પરિણામ ધરાવતા નથી અને વિશ્વ પર જેઓ સમભાવ ધારણ કરે છે તેઓ મુક્તિપદને પામે છે.
જેઓ યુદ્ધમાં મૃત્યુ પામે તોપણ છેવટે સર્વ પ્રકારની
For Private And Personal Use Only