________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૮૭ આસક્તિ અને કષાયથી મુક્ત થાય છે તેઓ કેવળજ્ઞાન પામી, દેહને ત્યાગ કરી મુક્તિપદ પામે છે. ગમે તેવા શુભ નિમિત્તથી અથવા અગ્નિભક્ષણ, વિષભક્ષણ, ગિરિ–વૃક્ષપતનથી મૃત્યુ થાય તો પણ મૃત્યુ પહેલાં અંતમુહૂર્તમાં ઉત્કૃષ્ટ સમભાવ પરિણામ આવે છે તે મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હય, અશુભ યોગો હોય કે અશુભ તિષી યોગ હોય તે પણ સર્વ વાસનારહિત થઈ આત્મપયોગે મરતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે આભા ધારણ કરેલા દેહનો ત્યાગ કરીને મુક્ત, સિદ્ધ, બુદ્ધ, મહાવીર બને છે. કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી મરતી વખતે મારામાં મન રાખે અને સર્વ પ્રકારની ઈચ્છા કે વાસનાનો ત્યાગ કરે તો તે બે ઘડીમાં કેવળજ્ઞાની બની મુક્તિપદને પામે છે, તેમાં જરામાત્ર શંકા નથી.” ગમે તે અવસ્થામાં મુક્તિ :
જ્ઞાની ગમે તે કર્મ કરવા છતાં ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં મુક્ત છે. તેથી મૃત્યુ વખતે સર્વ વાસનાઓથી મુક્ત હોવાથી તે મુક્ત થાય છે. મરતી વખતે ભક્તજ્ઞાની પૂર્વભવના કર્મોદયને લીધે રોગથી પીડાય કે બૂમો પાડે, તે પણ તે આત્માથી નિર્લેપ હોવાથી મુક્તિપદને પામે છે. આત્મજ્ઞાની ત્યાગી કદાપિ વાત, પિત્ત અને કફના સન્નિપાતથી પીડાય અને તેથી ગમે તેમ મનથી લવે, તો પણ તે ઊંઘમાં બકનારની પેઠે જાણવું. તેથી કંઈ જ્ઞાનીના આત્માની અશુદ્ધિ થતી નથી. મનુષ્ય જે વિચાર કરીને ઊંઘે છે તે જ વિચારથી જાગે છે.
જ્ઞાનાત્માને સન્નિપાત કે ગાંડપણ પૂર્વે જે શુદ્ધ ભાવ હોય છે તે જ મર્યા પછી અન્ય ભવમાં કાયમ રહે છે. જ્ઞાની ગાડ થતો નથી, પણ તેનું વર્તન ગાંડા જેવું અર્થાત્ અવ્યવસ્થિત હોય છે. જ્ઞાનીને મરણ નથી. જ્ઞાની મહાત્મા અમર છે. તે તો
For Private And Personal Use Only