________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અધ્યાત્મ મહાવીર કરવાથી સર્વ વિશ્વમાં સત્ય, શાંતિ, સુખ અને ન્યાયને પ્રચાર થવાને છે અને અજ્ઞાન તેમ જ મેહમાં ડૂબેલી દુનિયાને ઉદ્ધાર થવાનું છે. પ્રાચીન રૂઢિઓમાંથી સત્ય ગ્રહો. અમુક મત, દર્શન કે પંથ સત્ય છે, તેને જ વિશ્વમાં પ્રચાર થવું જોઈએ અને બાકીનાને નાશ થ જોઈએ, એ મનમાં વિચાર ન કરો.
જે જે મત, પંથ, દર્શન કે ધર્મમાં જે જે અંશે આચારમાં જીવતું સત્ય છે ત્યાં સુધી તે જીવે છે. પશ્ચાત્ તે પિતાની મેળે લય પામે છે. દુનિયામાં અમુક જ ધર્મ રહે અને બાકીના ન રહે એવું જ્યાં સુધી જીવોની સાથે કર્મ પ્રકૃતિ છે ત્યાં સુધી બનતું નથી. માટે મારા ઉપદેશરૂપ જૈન ધર્મમાં વિશ્વાસ રાખી સત્યના માર્ગમાં આગળ વધે એટલે આપ આપ તમે સત્યને સ્વીકારશે અને અસત્યનો ત્યાગ કરશે. તે પ્રમાણે અન્ય લેકે પ્રવર્યા અને પ્રવર્તશે એવું અનુભવવા મધ્યસ્થ જૈન બનો. મધ્યસ્થ જેને મારા માર્ગમાં સત્ય પ્રકાશ દેખે છે, પરંતુ તેઓના જેટલું અન્ય લેકે સત્ય દેખવા સમર્થ થતા નથી. વિશ્વના સર્વ લોકોને એ સત્ય જૈન ધર્મ જણ અને અનેક પ્રકારની મિથ્યા દષ્ટિઓથી થતાં ધર્મયુદ્ધોને શમાવો. સર્વ લોકો પરસ્પર ભિન્ન એવા ધર્મ અને વિચાર-આચારવાળા હોવા છતાં મારામાં મન રાખી મને પામે છે.
સ્વાત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રની શક્તિથી મહાવીર જાણી મહાવીર બનો. તમે મહાવીર છે અને હું મહાવીર છું. મારામાં અને તમારામાં ભેદ નથી. મારામાં છે તે તમારામાં છે અને તમારામાં છે તે મારામાં છે. મારું, તમારું અને વિશ્વનું સત્તાએ એકાત્મપણું છે. અનંત ગુણે તે મહાવીરના પર્યાય છે. દ્રવ્યની અપેક્ષાએ સત્તારૂપે મહાવીર અનાદિ– અનંત છે, પર્યાયપ્રવાહની અપેક્ષાએ પર્યાયરૂપ મહાવીર અનાદિ-અનંત છે અને સાદિ-સાંત પર્યાની અપેક્ષાએ પર્યાયરૂપ મહાવીર સાદિ–સાંત હવાની સાથે દ્રવ્ય અપેક્ષાએ
For Private And Personal Use Only