________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ આગળનું સત્ય સમજાવી શકે છે.
કોઈ પણ તીર્થકર અપેક્ષા વિનાનું સત્ય છે એમ કહેતા નથી. પરસ્પર વિરોધી એવા સર્વ ધર્મ, દર્શન, મત અને પંથમાં સાપેક્ષાએ અમુક અમુક સત્ય છે એમ સમભાવ– દષ્ટિ થતાં સમજાય છે એમ જે જાણે છે તે જૈનધમી છે. તેના હૃદયમાં પરસ્પર વિરોધી એવાં સર્વ ધર્મશામાંથી જૈનધર્મરૂપ સત્ય સમજાય છે અને પરસ્પર વિરોધી મત કે પંથમાં રહેલું સાપેક્ષિક સત્યરૂપ જૈન ધર્મ સમજાય છે. તેથી તે સર્વ પ્રકારના મત કે કદાહોથી મુક્ત થઈ જિન બને છે.
જૈન ધર્મનું આવું વ્યાપક અને ઉદાર સ્વરૂપ છે, તેથી જૈન ધર્મ જાણીને તેને પાળતાં સર્વ જીવોની સાથે મૈત્રીભાવ પ્રવર્તે છે અને પરસ્પર વિરુદ્ધ ધમમાં સાપેક્ષાએ જેન– અંશે અંશે અનુભવાય છે. માટે હે ભવ્ય ભક્તો ! મારા ઉપદેશો એ જ જૈન ધર્મ છે એવું જાણો. ક્રિયાવિધિઓમાં અપેક્ષાએ સત્યતા દે. પિોતે જે ધર્મકિયા કરો તે જ સાચી છે અને અન્ય ધર્મની કિયા જૂઠી છે એવું વિચારે નહીં અને એવું વધે નહીં. એમ શ્રદ્ધા રાખનારા જેને સર્વ વિશ્વને તારવા સમર્થ બને છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીઓ સમભાવે વત ને ગમે તે ધર્મ, સંપ્રદાય, જાત કે પંથમાં રહી આત્માની શુદ્ધતા કરી શકે છે. જે તત્ત્વનો હૃદયમાં અનુભવ ન થાય તે માટે ધ્યાન ધરે, પરંતુ અપરોક્ષદશામાં તેનું જ્ઞાન ન છતાં પરસ્પર વાદવિવાદ કે કદાગ્રહ ન કરે.
જેટલું તમોને સત્ય અનુભવાય તેટલું અનુભવો અને જેને અનુભવ ન થાય તે માટે મૌન રહે, પણ મિથ્યા વાદ ન કરે. એ જ જેનધમીનું સાપેક્ષિક જૈન ધર્મનું મંતવ્ય છે. એવા ઉદાર અને વ્યાપક જૈન ધર્મને સર્વ વિશ્વમાં પ્રચાર
For Private And Personal Use Only