________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૭૭ કદાપિ એમ દેખી ન શકે, તો પણ આત્મમહાવીર ઉપરની શ્રદ્ધાથી આત્મોન્નતિ આદિ કર્તવ્ય કાર્યો કરો. સ્વાશ્રયી બન્યા વિના આગળનાં કર્માવરણે હટતાં નથી. તમોએ અજ્ઞાનાદિકથી જે કર્માવરણ ગ્રહ્યાં છે તે તમે પિતે જ દૂર કરી શકે તેમ છે. આત્મપુરુષાર્થ આગળ અનંતકાલીન આવરણને નાશ કરવાને હિસાબ નથી.” ભક્તોને ધર્મોપદેશ :
પ્રભુએ જગન્નાથપુરીમાં પ્રભુનાં દર્શન કરવા આવેલા યાત્રાળુ ભક્તોને તથા પરિવારની ભક્તોને જણાવ્યું કે, “હે ભવ્ય ભક્તો ! જુદા જુદા ધર્મો, તેના સંપ્રદાયો અને ઉપપંથમાંથી જે જે સત્ય લાગે તે તે ગ્રહણ કરો અને પરધર્મની સહિઘણુતા રાખો. દરેક ધર્મમાં અમુક દેશકાળાનુસારે ક્રિયા, વિધિ કે આચારમાં સત્ય રહેલું છે અને દેશકાળ બદલાતાં તે તે
સ્થાને ભિન્ન કિયાનુષ્ઠાન, આચાર કે પ્રવૃત્તિઓ દ્વારા સત્ય દાખલ થાય છે. ક્રિયાચારના ગર્ભમાં જે મુખ્ય હેતુ કે ઉદ્દેશ રહેલું હોય તે જાણે. પિતાનાથી ભિન્ન ધર્મ કે મત માનનારાઓની સાથે કેદાગ્રહ, કલેશ કે ધર્મયુદ્ધ ન કરે. બહિરંતરાત્મા પ્રભુને સાક્ષાત્કાર થતાં કદાગ્રહ અને અસત્ય ધર્મો ભિમાન ટળશે. વિરુદ્ધ ધમઓને ચાહો અને તેઓને પુત્રની પેઠે મદદ કરો.
“રાગદ્વેષને નાશ થતાં વીતરાગદશા પ્રગટે છે અને એની વીતરાગદશામાં સમભાવ રહે છે. એવા વીતરાગ અને સમભાવવાળા વિધિમાં વ્યવહારથી ગમે તે ધર્મ, મત કે સંપ્રદાયમાં હોય, તો પણ તે જીવન્મુક્ત સત્ય જિનો છે અને -તેઓના સમભાવને અનુસરી સર્વ ધર્મ, મત કે પન્થ પર થતો જે રાગદ્વેષ છે તેને જય કરવા પ્રવૃત્તિ કરનારા જેને છે, એમ સર્વ દર્શન, ધર્મ, મત કે પન્થોમાં રહેનારા માર ભકત અને કતદષ્ટિવાળા સમભાવીઓ હોય છે. તેથી તેઓ ઠેઠ
For Private And Personal Use Only