________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
અધ્યાત્મ મહાવીર લાખ લોકે પડે તે પણ તમે તમારા સત્ય વિચારોમાં અડગ રહે. સત્કાર્યો કરતાં પ્રાણ છોડે, પણ મૃત્યુ આદિના ભયથી. સત્કાર્યોને ત્યાગ ન કરો.
આત્મમહાવીરમાં અનંત શક્તિ છે. તેની પ્રાપ્તિમાં પુરુષાથી અને સ્વાશ્રયી અંતે વિજય મેળવે છે. પરના આશ્રયે રહેતાં સ્વાશ્રયશક્તિથી ભ્રષ્ટ થવાય છે, માટે સદા સ્વાશ્રયી બનો. હે રાજાઓ! તમે જાણે છે કે અનંત ચમત્કારોનું ઘામ આત્મા છે. જે અન્યોમાં ચમત્કારો અને શક્તિઓ જાણે છો કે દેખો છે તે તમારા આત્મામાં છે. ચૌદ રાજલેકમાં જે શક્તિઓ રહેલી છે તે પિતાના દેહસ્થ આભામાં રહેલી છે, માટે તે શક્તિઓને આવિર્ભાવ કરવા પુરુષાર્થ કરો. આત્માની શક્તિઓ પ્રાપ્ત કરવાને આભપુરુષાર્થ વિના અન્ય. કોઈ ઉપાય નથી, માટે આભપુરુષાર્થી બનો, સ્વાશ્રયી બને.
આત્મા યાચક નથી, પણ દાનીઓને પણ દાની છે. આત્મા વિધ્વંભર મહાદેવ છે. માટે સ્વાશ્રયી બની ઉત્સાહથી સર્વ કાર્યો કરે. આ ભવમાં પુરુષાર્થ કરતાં જે અધૂ રું રહેશે તે અન્યાવતાર લઈને પૂર્ણ કરવામાં આવશે. આ ભવમાં જ આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પૂર્ણ આવિર્ભાવ કરવાના વિશ્વાસી બનો. આ ભવમાં જેટલું થવાનું હશે તેટલું થશે, બાકીનું અન્ય ભવમાં થશે–એવા ભગ્ન, ઢીલા અને ઉત્સાહહન ન બને. ઉંદર મેરુપર્વતને છેદવાને કે તોડી પાડવાનો વિચાર કરે, ટીટોડે જેમ સંપૂર્ણ સાગર ને ઉલેચી નાખવાને દઢ ઉત્સાહ કરી ઉદ્યમ કરે, તેના કરતાં અનંતગુણુ ઉત્સાહ અને પુરુષાર્થથી પ્રવૃત્તિ કરો. કાર્ય ક્યારે પૂર્ણ સિદ્ધ થશે તે તરફ લક્ષ ન રાખે, પરંતુ આત્મત્સાહથી અને સ્વાશ્રયથી કાર્ય કરવા તરફ ભાવ રાખો. કાર્યની સિદ્ધિ કરવામાં કરોડો વાર નાસીપાસ થવું પડે અને મૃત્યુ થાય તો થવા દે, કારણ કે તેથી તમે કાર્યસિદ્ધિની પાસે ઠેઠ આવ્યા છે. તમે
For Private And Personal Use Only