________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાન્ય અને ધર્મોપદેશ
ર૫ ઓની હિતશિક્ષા માને. વારંવાર ત્યાગીઓના સદુપદેશ શ્રવણ કરો, કે જેથી પાપબુદ્ધિ અને પાપપ્રવૃત્તિથી ન્યારા રહી શકે. સંત-ભક્તોના દાસાનુદાસ બને. જેના અપરાધ કરે તેની માફી માગો. અપરાધોનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. આત્મપુરુષાર્થના વિશ્વાસી બને. કર્મનું સ્વરૂપ જાણો, પણ 'ઉદ્યમ, ઉત્સાહ અને ખંતથી હૃદયને ભરીને પ્રવર્તે. તમારી પાસે જે જે ફરિયાદીઓ આવે તેઓની ફરિયાદો સાંભળો અને ગ્ય ન્યાય આપો. પુત્રને પ્રજાને તથા પિતાનો એકસરખો ન્યાય કરો અને પક્ષપાતથી દૂર રહો. બુદ્ધિશાળી પ્રધાનોને રાખો.
જે જેનો મલેચ્છધર્મગામી થયા હોય તેઓને પ્રતિબોધીને અને પ્રાયશ્ચિત્ત આપીને જૈન ધર્મમાં પુનઃ સ્થાપો. જૈન ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાન્યાથી સર્વ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોની સમાપ્તિ થાય છે. સર્વ પ્રકારની હત્યાઓથી મુક્ત થવાની ઈચ્છાવાળ જૈન ધર્મ અંગીકાર કરી સર્વ હત્યાઓથી મુક્ત થઈ શકે છે, એવી જૈન ધર્મમાં શક્તિ રહેલી છે. જૈન ધર્મના પાલનથી ઉત્કૃષ્ટ દશાએ બે ઘડીમાં કેવળજ્ઞાન થાય છે. આત્માથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે એ દઢ નિશ્ચય રાખી પૂર્વોત્સાહથી પ્રવર્તે.
“આત્મપુરુષાર્થ ફેરવતી વખતે પ્રારબ્ધાદિ કર્મોનો વિચાર ન કરો. અન્ય લોકો સહાયક બને તો જ કર્તવ્ય કાર્યો કરવાં એવા પરાશ્રયી વિચારથી દૂર રહો. આત્મામાં મન રાખીને સતત ઉત્સાહથી પ્રવર્તે. કેઈની સહાયની આકાંક્ષા ન રાખે. તમારો આત્મપુરુષાર્થને નિશ્ચયભાવ થતાં તમને અણધારી મારા તરફથી સહાય મળશે. તમારી સત્ય ભાવનાઓને બીજાઓ ન ઓળખે તેની પરવા ન કરો. તમે તમારા સત્ય કર્તવ્યમાં મંડ્યા રહે. હજારો વિદને આવે તે પણ કર્તવ્ય કાર્યથી પરાભુખ ન થાઓ. તમારી સામે હજાર
For Private And Personal Use Only