________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૭૩ ત્યારે તે રુદ્રકે હર છે. જ્યારે તે સાત્વિક પ્રકૃતિનો ઉપયોગ કરે છે ત્યારે આત્મા જ પિતે વિષણુસંજ્ઞાને પામે છે. આત્મા જ્યારે જ્ઞાનને પ્રગટાવે છે ત્યારે તે બ્રહ્યા છે. આત્મા જ્યારે ચારિત્રગુણ પ્રગટાવે છે ત્યારે મેહની સાથે તેને ધર્મયુદ્ધ થાય છે, તે કર્મને હરે છે અને પ્રકૃતિને રેવરાવે છે, તેથી તે હર કે રુદ્ર છે. જ્યારે આત્મા જ્ઞાનાવરણને નાશ કરી કેવળજ્ઞાની બને છે ત્યારે તે વિષ્ણુ છે. આત્મા જ્યારે સર્વ વિશ્વના લોકોને તારવા કેવળજ્ઞાન વડે ઉપદેશ દે છે ત્યારે તે અહેતુ છે. આત્મા જ ગુણકર્મ વડે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. આત્મા જ્યારે સર્વ પ્રકારની કર્મપ્રકૃતિથી રહિત થાય છે ત્યારે તે ભાવસિદ્ધ બને છે અને અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓને ફેરવે છે ત્યારે તે વ્યસિદ્ધ બને છે. સર્વજ્ઞ આત્મા તે જ જગન્નાથ અને બુદ્ધ છે. એમ અપેક્ષાએ આત્માને પરબ્રહ્માદિ અનેક વિશેષણો વડે વિશિષ્ટ જાણ.
પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા છે. કર્મવેગે અનાદિકાળથી આત્મા અનંત શરીરને ગ્રહણ-ત્યાગ કર્યા કરે છે. સમ્યગ્દષ્ટિ થયા બાદ આત્માની સાથે કર્મ પ્રકૃતિ અનુકૂળપણે પરિણમે છે અને કદાપિ પ્રતિકૂલ પરિણમે છે તો પણ અંતર– માં ઉન્નતિ માટે તે હોય છે, એમ જેઓ જાણીને અષ્ટાંગયોગ, ભક્તિ, સેવા, કર્મપ્રવૃત્તિ વગેરે કરે છે તે મારા ભક્તો છે. મારા ભક્તો છેવટે મુજપદને પામે છે. મારા શુદ્ધાત્મસ્વરૂપ તરફ જેઓ સર્વ કર્મ કરતાં પ્રેમલક્ષ રાખે છે તેઓ અપેક્ષાએ જેનો અને જિને છે.
અનાદિકાળથી સર્વ તીર્થકર શુદ્ધાત્મમહાવીરપદ પામવા માટે જૈન ધર્મને પ્રબોધે છે. તે પ્રમાણે મેં તમારી આગળ જૈન ધર્મને પ્રકાશ કર્યો છે. તે જાણું અને તે પ્રમાણે પ્રવતી આત્માની શુદ્ધિ કરે. મન-વાણું-કાયાની શક્તિઓને પ્રાણુતે પણ દુરુપયોગ ન કરો. મન–વાણુ-કાયાની શક્તિ
૧૮
For Private And Personal Use Only