________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામતીનું મહાત્મ્ય અને ધર્મોપદેશ
M
માટે છે. ધ્વજામાં પિઠું અને બ્રહ્માંડના અન્તર્ભાવ કરવામાં આળ્યે છે તેથી ધ્વજા એ મારાથી. અને વિશ્વથી અભિન્ન છે એમ જાણી તેનુ' મહત્ત્વ સમળ્યે પિંડ અને બ્રહ્માંડ સર્વ વિશ્વને જિનમંદિરમાં ધ્વજની પેઠે અન્તર્ભાવ થાય છે.
૨૧
• ધ્વજામાં અગ્નિતત્ત્વ છે. તે અગ્નિતત્ત્વ પર સંયમ કરવાથી અગ્નિતત્વનું જ્ઞાન થાય છે અને અગ્નિતત્ત્વ પર કાબૂ મેળવી શકાય છે. પીતરંગ એ પૃથ્વીતત્ત્વ છે. તેમાં સંયમ કરવાથી પૃથ્વીમાં ગમે ત્યાં ગમનાગમન કરી શકાય છે અને પૃથ્વીમાં રહેલ સુવર્ણ, રત્ન વગેરેના ઉપયાગ કરવાની સત્તા પ્રાપ્ત થાય છે. જળમાં સંયમ કરવાથી જળ પર કાબૂ મેળવી શકાય છે અને તેથી પિંડ અને બ્રહ્માંડમાં રહેલી જળતત્ત્વની સત્તા પેાતાના હસ્તમાં આવે છે. આકાશતત્ત્વમાં સંયમ કરવાથી આકાશતત્ત્વ પર કાબૂ મેળવાય છે. તેથી આત્માના તાબે મન રહે છે તેમ જ અધિ, મનઃપ વ અને કેવલજ્ઞાનના પ્રકાશ કરી શકાય છે.
For Private And Personal Use Only
પાંચે તત્ત્વ! જેમ એક પિંડમાં રહ્યાં છે તથા બ્રહ્માંડમાં પરસ્પર મળીને રહ્યાં છે તેમ મારા વડે પ્રકાશિત તથા અસ`ખ્ય ઋષીશ્વર, તીથ કર દ્વારા પ્રકાશિત સનાતન જૈનધર્મીમાં સર્વ ધર્મ અને સ દશ નેાની દૃષ્ટિએ પરસ્પર સાપેક્ષાએ રહી છે. અનાઢિ– કાલીન જૈન ધર્મના આત્મામાં ગુણપર્યાયરૂપે અન્તર્ભાવ થાય છે. એમ જૈનધમ સામ્રાજ્યના ધ્વજદેંડથી પ્રખેાધ થાય છે. પંચતત્ત્વથી આત્મા ભિન્ન છે એમ રંગથી ભિન્ન ઢ'ડના જ્ઞાનથી જાણેા. પંચતત્ત્વના પુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્યને રંગ છે, આત્માને રંગ નથી; તેથી અનંત જ્યોતિરૂપ આત્મા છે અને તે સૂર્યાદિ જયાતિઓના પ્રકાશક છે એમ જાણેા. આત્મા એ જ પિંડ-બ્રહ્માંડમાં મહાવીર છે. તેની શક્તિનું સામ્રાજ્ય એ જ સિંહની સંજ્ઞા છે. જ્ઞાન-દર્શનચારિત્રની શક્તિ એ જ સિંહુ છે અને તે મેહની પરિણતિરૂપ પશુના ભક્ષ કરે છે. આત્માની સયમશક્તિ એ જ સિહુ છે અને તે મનરૂપ