________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથનીનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૬૭ સુખ, શાંતિ અને સંપને પ્રચાર થાય છે. તમે સર્વે અત્રે ભેગા થયેલા જૈન રાજાઓ છો. જ્યાં જીવન્ત સર્વ શક્તિમય એવા જેને છે ત્યાં સંસાર પણ સ્વર્ગ સમાન બને છે. મારા પર શ્રદ્ધા–પ્રેમ રાખનાર અને મારા ઉપદેશને સત્ય માનનાર તથા મારું નામ જપનાર ગમે તે જાતિનો હોય તોપણ સગા ભાઈ કરતાં વિશેષ મારા સરખો પ્રિય માને. લક્ષ્મી વગેરેથી હીન, ગરીબમાં ગરીબ અને નીચ જાતિ તરીકે ગણાતા જૈનમાં અને તમારામાં કોઈપણ જાતને ભેદ રાખ્યા વિના આત્માની પેઠે તેના સહાયક બને.
જેના પર માત્ર દયા ઘટે નહીં, પણ તેઓ પર પૂજ્ય ભક્તિભાવ ઘટે છે, કારણ કે જેનોના દિલમાં મારું વ્યક્ત સ્મરણ છે. જેના દિલમાં મારું નામ છે તેના દુ:ખમાં ભાગ ન લે અને સ્વાથી બની વિપત્તિના સમયમાં તેનાથી દૂર રહે તે મારો સત્ય ભક્ત નથી. મારા માટે સર્વસ્વ અર્પણ કરનારાઓને અને વિશ્વના જીની સાથે આત્મમહાવીરભાવ રાખનારાઓને ગમે ત્યાં હું સહાયક છું. વિધમાંથી કોઈ પણ રીતે જેને હારવા ન જોઈએ. મારું પરબ્રહ્મ પરમેશ્વરનું સર્વ પ્રકારનું સ્વરૂપ તે જ જૈન ધર્મ છે. મને જે મારારૂપ બનીને આરાધે છે તેનાથી હું જરા માત્ર દૂર નથી. જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ભક્તોના હદયમાં હું છું.
રાજાઓ ! તમે કદાપિ જડના પૂજકે ન બને. જડ વસ્તુઓમાં જ સુખ માનીને જડ વસ્તુઓના મેહમાં જે મૂંઝાયા છે તે જડપૂજકોને આત્મસુખનો વિશ્વાસ હેતો નથી. તેથી તેઓ શુદ્ધાત્મા પ્રતિ પ્રયાણ કરી શકતા નથી. જડના પૂજકોને પુનર્જન્મનો વિશ્વાસ હોતો નથી. જડના પૂજકોની નીતિમાં વસ્તુતઃ અનીતિ છે.
“રાજાઓ ! તમે આત્મસુખના વિશ્વાસી બનો. આત્મા તે જ હું છું. આત્માના પૂછે કે સદા સ્વતંત્ર રહે છે અને
For Private And Personal Use Only