________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
-
-
અધ્યાત્મ મહાવીર તે અનાદિકાળથી જૈન ધર્મનાં સત્યો છે. જૈન ધર્મના અનાદિ અનંત સ્વરૂપમાં સર્વ દર્શન અને ધર્મોને સમાવેશ થાય છે. તેથી જૈન ધર્મની બહાર કઈ દર્શન કે ધર્મ નથી. જૈન ધર્મ આરાધતાં સર્વ દર્શન, મત અને ધર્મની આરાધના છે જ, માટે જૈન ધર્મ પાળવામાં સર્વ ધર્મ સમાય છે. મારા પર શ્રદ્ધા અને પ્રેમ રાખનારા સર્વ લેકે જેને છે.
“મેરુપર્વત પર ચઢવા માટે મેરુ પર્વતની ચારે દિશાવિદિશાઓથી, હજારે અને લાખો ગાઉ દૂરથી લેકે આવતા હોય. કઈ મેરુપર્વતથી લાખ ગાઉ દૂર હોય, કેટલાક હજાર ગાઉ દૂર હોય, કેટલાક સો ગાઉ દૂર હોય, કેટલાક પચીસ ગાઉ દૂર હોય, કેટલાક તળેટી સુધી આવ્યા હોય અને કેટલાક મેરુપર્વત પર ચઢતા હોય. તે સર્વ લેકે ખાતા હાય, પિતા હોય, વાટમાં વિશ્રામ કરતા હોય, ઊંઘતા હોય, કેઈ હળવે ચાલતા હોય, કેઈ ઉતાવળથી ચાલતા હોય, કેટલાક પ્રમાદી હોય, કેટલાક અપ્રમાદી હોય, કેટલાક અંધ હોય, કેટલાક લૂલા હોય, કેટલાક યાનવિહારી હોય, કેટલાક પાદચારી હોય, પરંતુ તે સર્વ લોકોનું દયેય મેરુપર્વતનું શિખર પ્રાપ્ત કરવાનું છે. તેથી તે સર્વ મેરુપર્વતના મુસાફર ગણાય. તેમ હે રાજાઓ ! મારા પ્રતિ આવનાર અને શુદ્ધાત્મમહાવીરના ધ્યેય પ્રતિ લક્ષ રાખી મત કે ધર્મ ભેદરૂપ અનેક દિશાઓથી મારી તરફ આવનારા મારા ભક્તો અને ઉપાસકે જેને છે. તે સર્વ જેનો વહેલામોડા મને પામે છે. માટે ભિન્ન ભિન્ન દર્શન, ધર્મ કે પંથના સમુદાયને જૈન ધર્મ જાણે.
“જૈન ધર્મ અનંત સત્યરૂપ છે, માટે અનંત સત્યરૂપ જૈનધર્મીઓને સર્વ પ્રકારે સહાય કરે. જેને માટે જીવવું અને મરવું સમાન ગણે. જેમાં પરબ્રહ્મ મહાવીરરૂપ હું વ્યક્ત છું. સર્વ વિશ્વમાં મારા જૈન ભક્તો ધર્મના વિચાર અને આચારમાં ઉદાર છે. તેથી વિશ્વમાં દેવોની પેઠે જેનાથી
For Private And Personal Use Only