________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૬૫ સાથે વક ન બને. શરણાગતને નાશ ન કરે. નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કાર્યને કર્મચગીના ગુણે પ્રાપ્ત કરી કરો. માજશેખ અને મોહના તાબે ન થાઓ. પ્રામાણિકપણે વર્તો. કોઈની યોગ્ય દ્રવ્ય કે ભાવ સ્વતંત્રતામાં અંતરાય ન કરો. અધર્મ પ્રવૃત્તિઓથી લોકોને બચાવ અને અધર્મ તેમ જ દુષ્ટ રિવાજને દૂર કરે.
સર્વ જાતીય મનુષ્યને સત્ય ધાર્મિક જ્ઞાન મેળવવામાં સહાયક બને. દેશ અને રાજ્યાદિકની વ્યવસ્થા ધર્માર્થે છે, અધર્માથે નથી—એવું જાણીને લોકોને ધર્મમાર્ગમાં પ્રવર્તતાં સહાયક અને રક્ષક બને. એકાન્તમાં એક અગર બે કલાક આત્મચિંતવન અને રાજ્યાદિકના ચિંતવનમાં ગાળો તેમ જ કૃતકાર્યોનું પર્યાલચન કરે.
“દ્વીપમાં, પર્વત ને ગુફાઓમાં, નદીઓના કાંઠે, જંગલમાં કે બાગમાં રહેલા ત્યાગીઓનાં દર્શન કરે. મઠાધિપતિ, કુલપતિ, યોગીઓની સંભાળ રાખો અને તેઓને વિનય કરો. હિમાલય પર્વત વગેરે પર્વતોમાં ધ્યાન-સમાધિ કરનારા ગીમહાત્માઓની અષાઢ પૂર્ણિમા પૂર્વે સંભાળ લે અને કાર્તિક પૂનમે બહાર નીકળતાં તેઓની સેવાભક્તિ કરો. મહાત્મા, યેગી અને મુનિવરોમાં દેખાતા બાહ્ય મતભેદોમાં અપેક્ષાએ -તત્ત્વદષ્ટિથી એકતા અને વિવિધતા દેખો. આત્માની શુદ્ધિરૂપ એકમાત્ર ધ્યેય એ જ સર્વ મહાત્માઓનું અને ધમી ઓનું લક્ષ્ય છે, એ નિશ્ચય રાખી વર્તો.
શુદ્ધાત્મધ્યેયનાં અનેક ગસાધન છે. તેની પરસ્પર વિરુદ્ધતા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, શક્તિ આદિની અપેક્ષાએ તથા મનુષ્યનાં રુચિભેદ, શક્તિ અને સ્થિતિને આભારી છે એમ જાણે સર્વ દર્શને, ધર્મો અને દેવે વગેરેને મારા અનંત જૈન ધર્મમાં અન્તર્ભાવ થાય છે એમ જાણે. ભિન્ન ભિન્ન મતો, દર્શન અને ધર્મોમાં જે જે અપેક્ષાએ સત્ય છે
For Private And Personal Use Only